________________
પા. ૧ સૂ. ૧૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી
[૫૧
સત્ત્વની પ્રધાનતાવાળા અહંકારથી ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. સર્વ સુખદ છે, તેથી ઇન્દ્રિયો પણ સુખરૂપ છે. એમનો આભોગ આલ્હાદયુક્ત હોય છે. “એકાત્મિકા સંવિત...” વગેરેથી ગ્રહીતા વિષય યુક્ત સંપ્રજ્ઞાત સમાધિ વિષે કહે છે. અમિતાથી ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. તેથી એ એમનું સૂક્ષ્મ રૂપ છે. અસ્મિતા પ્રતીતા-આત્માતરીકે જણાતી હોવાથી, આત્મા સાથે એકરૂપ હોવાની ચેતના છે. આ સંપ્રજ્ઞાતમાં ગ્રહીતા ધ્યેય વિષય છે, કારણ કે આત્મા હંમેશા અસ્મિતા (અહંકાર) પાછળ છુપાયેલો રહે છે. આ કારણે અમિતાનુગત સમાધિ ગ્રહીતાના વિષયવાળો સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે.
“તત્ર પ્રથમ..” વગેરેથી એ ચારેની બીજી અવાજોર (ગૌણ) વિશેષતા દર્શાવે છે. કાર્યમાં કારણનો પ્રવેશ હોય છે, કારણમાં કાર્યનો નહીં. તેથી સ્કૂલ આભોગમાં સ્કૂલ, સૂક્ષ્મ, ઇન્દ્રિય અને અસ્મિતા એ ચારેય ભેદો મોજૂદ હોય છે. ત્યાર પછીનામાં ત્રણ, બે, એકની મોજૂદગી હોવાથી, એમના જેવા રૂપવાળા હોય છે. “સર્વ એતે સાલંબનાઃ” વગેરેથી સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાતનો તફાવત કહે છે. ૧૭
अथासंप्रज्ञात: समाधिः किमुपाय:, किंस्वभावो वेतिહવે અસંપ્રજ્ઞાતસમાધિનો ઉપાય શું છે, અને સ્વરૂપ કેવું છે?विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः ॥१८॥
વિરામના અનુભવના અભ્યાસથી ઉત્પન્ન થતો, અને (ચિત્તમાં) ફક્ત સંસ્કાર બાકી રહે, એ અન્ય (અસંપ્રજ્ઞાત સમાધિ) છે. ૧૮
भाष्य
सर्ववृत्तिप्रत्यस्तमये संस्कारशेषो निरोधश्चित्तस्य समाधिरसंप्रज्ञातः । तस्य परं वैराग्यमुपायः । सालम्बनो ह्यभ्यासस्तत्साधनाय न कल्पत इति विरामप्रत्ययो निर्वस्तुक आलम्बनीक्रियते । स चार्थशून्यः । तदभ्यासपूर्व चित्तं निरालम्बनमभावप्राप्तमिव भवतीत्येष निर्बीजः समाधिरसंप्रज्ञातः ॥१८॥
બધી વૃત્તિઓ શાન્ત થતાં, ફક્ત (એમના) સંસ્કાર શેષ રહે, એવો ચિત્તનો નિરોધ અસંપ્રજ્ઞાત સમાધિ છે. પર વૈરાગ્ય એનો ઉપાય છે. એટલે