________________
પા.૧ સૂ.૧૪,૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૩
स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः ॥१४॥
એ (અભ્યાસ) લાંબા સમય સુધી, સતત અને ઉત્સાહપૂર્વક સેવવામાં આવે તો દઢમૂળવાળો થાય છે. ૧૪
भाष्य दीर्घकालासेवितो निरन्तरासेवितः, तपसा ब्रह्मचर्येण विद्यया श्रद्धया च संपादितः सत्कारवान्दृढभूमिर्भवति, व्युत्थानसंस्कारेण द्रागित्येवानभिभूतविषय इत्यर्थः ॥१४॥
લાંબા સમય સુધી, સતત, ઉત્સાહપૂર્વક, તપ, બ્રહ્મચર્ય, વિદ્યા, અને શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો સ્થિર અને દઢ અવસ્થાવાળો બને છે. એટલે કે મનની બહિર્મુખ થવાની ટેવથી જલ્દી દબાઈ જતો નથી. ૧૪
तत्त्व वैशारदी ननु व्युत्थानसंस्कारेणानादिना परिपन्थिना प्रतिबद्धोऽभ्यासः कथं स्थित्यै कल्पत इत्यत आह-स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः । सोऽयमभ्यासो विशेषणत्रयसंपन्नः सन्दृढावस्थो न सहसा व्युत्थानसंस्कारैरभिभूतस्थितिरूपविषयो भवति । यदि पुनरेवं भूतमप्यभ्यासं कृत्वोपरमेत्ततः कालपरिवासेनाभिभूयेत । तस्मानोપરન્તવ્યનિતિ માવ: 18ા
અનાદિકાળથી ચિત્તની બહાર તરફ વળવાની ટેવોરૂપી શત્રુઓથી ઘેરાયેલો અભ્યાસ સ્થિરતા કેવી રીતે લાવી શકે? જવાબમાં કહે છે કે લાંબા ગાળા સુધી, વચ્ચે વચ્ચે રોકાયા વિના અને ઉત્સાહપૂર્વક કરેલો અભ્યાસ દઢ અવસ્થાવાળો થાય છે, અને એકાએક બહિર્મુખ થવાની મનની ટેવથી દબાયા વિના સ્થિરતાવાળો બને છે. આ પ્રમાણે અભ્યાસ કરવા છતાં, છેવટે એને છોડી દેવામાં આવે, તો સમય જતાં એનું બળ નષ્ટ થાય છે. માટે અભ્યાસ કદી છોડવો નહીં, એવો ભાવ છે. ૧૪
दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् ॥१५॥
भाष्य જોયેલા અને સાંભળેલા વિષયોમાં તૃષ્ણારહિત બનેલા પુરુષની