________________
૪૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૧૩
तत्र स्थितौ यत्नोऽभ्यासः ॥१३॥ એ બેમાં અભ્યાસ એટલે સ્થિરતા માટે યત્ન. ૧૩
भाष्य चित्तस्यावृत्तिकस्य प्रशान्तवाहिता स्थितिः । तदर्थः प्रयत्नो वीर्यमुत्साहः । तत्संपिपादयिषया तत्साधनानुष्ठानमभ्यासः ॥१३॥
સ્થિતિ માટેનો પ્રયત્ન અભ્યાસ છે. સ્થિતિ એટલે વૃત્તિવિનાના ચિત્તનો પ્રશાન્ત પ્રવાહ. એ માટે યત્ન એટલે પોતાની શક્તિ મુજબ ઉત્સાહપૂર્વક એને પ્રાપ્ત કરવા માટેનાં સાધનોનું અનુષ્ઠાન. એને અભ્યાસ કહે છે. ૧૩
तत्त्व वैशारदी तत्राभ्यासस्य स्वरूपप्रयोजनाभ्यां लक्षणमाह-तत्र स्थितौ यत्रोऽभ्यासः । तव्याचष्टे-चित्तस्यावृत्तिकस्य राजसतामसवृत्तिरहितस्य प्रशान्तवाहिता विमलता सात्त्विकवृत्तिवाहितैकाग्रता स्थितिः । तदर्थ इति । स्थिताविति निमित्तसप्तमी व्याख्याता । યથા “વળ દીપિન દત્ત'(મહાભાષ્ય રારારૂ૬) તિ ! પ્રયતમેવ પર્યાયાપ્યાં विशदयति-वीर्यमुत्साह इति । तस्येच्छायोनितामाह-तत्संपिपादयिषया । तदिति स्थिति परामृशति । प्रयत्नस्य विषयमाह-तत्साधनेति । स्थितिसाधनान्यन्तरङ्गबहिरङ्गाणि यमनियमादीनि । साधनगोचरः कर्तृव्यापारो न फलगोचर इति ॥१३॥
એ બેમાંથી સ્વરૂપ અને પ્રયોજન સાથે અભ્યાસનું લક્ષણ કહે છે. સ્થિતિ માટેનો યત્ન અભ્યાસ છે. ભાષ્યકાર એને સમજાવે છે : વૃત્તિરહિત ચિત્ત એટલે રાજસ, તામસ વૃત્તિઓ વિનાનું ચિત્ત. એનો પ્રશાન્ત પ્રવાહ એટલે નિર્મળતા અને સાત્ત્વિક વૃત્તિનો પ્રવાહ કે એકાગ્રતા. એને સ્થિતિ કહે છે. એને મેળવવાનો યત્ન અભ્યાસ છે, એવો અર્થ છે. “સ્થિતીમાં નિમિત્ત સપ્તમી છે, “ચર્મણિ દ્વિપિન હન્તિ” – ચામડા માટે હાથીને મારે છે- ની જેમ. પ્રયત્ન શબ્દના પર્યાયો આપી એને સ્પષ્ટ કરે છે. શક્તિ, ઉત્સાહ વગેરે પ્રયત્નનાં અંગ છે. એનો અભીપ્સા સાથે સંબંધ દર્શાવે છે : એ પ્રાપ્ત કરવાની ઈચ્છા. સ્થિતિની અભીપ્સાથી પ્રયત્નનો વિષય કે લક્ષ્ય કહે છે. એનાં સાધન એટલે યમ, નિયમ વગેરે યોગનાં અંતરંગ અને બહિરંગ અંગો. કર્તાનો વ્યાપાર (પ્રવૃત્તિ) સાધન તરફ વળેલો હોય છે, ફળ તરફ નહીં. ૧૩