________________
પા. ૧ સૂ. ૧૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૪૧
અથાણાં નિરોધે ૩પાય તિ- પણ આ બધી વૃત્તિઓના નિરોધનો ઉપાય શું છે ?
अभ्यासवैराग्याभ्यां तन्निरोधः ॥१२॥ અભ્યાસ અને વૈરાગ્યથી એમનો નિરોધ થાય છે. ૧૨
માણ चित्तनदी नामोभयतोवाहिनी वहति कल्याणाय, वहति पापाय च। या तु कैवल्यप्राग्भारा विवेकविषयनिम्ना सा कल्याणवहा । संसारप्राग्भाराऽविवेकविषयनिम्ना पापवहा । तत्र वैराग्येण विषयस्रोतः खिलीक्रियते, विवेकदर्शनाभ्यासेन विवेकस्रोत उद्घाट्यत इत्युभयाधीनश्चित्तवृत्तिनिरोधः ॥१२॥
ચિત્તનદી બંને તરફ વહે છે. કલ્યાણ માટે વહે છે અને પાપ માટે વહે છે. જે વિવેક તરફ વહી કૈવલ્યનો પ્રબન્ધ કરે એ પ્રવાહ કલ્યાણકારી છે. અને જે અવિવેક તરફ વહી સંસારનો પ્રબન્ધ કરે, એ પ્રવાહ પાપરૂપ છે. વૈરાગ્યથી વિષયનો પ્રવાહ બંધ કરવામાં આવે છે, અને વિવેકદર્શનના અભ્યાસથી વિવેકનો પ્રવાહ ઉઘાડવામાં આવે છે. આ બંનેનો આશ્રય લેવાથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે. ૧૨
तत्त्व वैशारदी निरोधोपायं पृच्छति-अथेति । सूत्रेणोत्तरमाह-अभ्यासवैराग्याभ्यां तनिरोधः । अभ्यासवैराग्ययोनिरोधे जनयितव्येऽवान्तरव्यापारभेदेन समुच्चयो न तु विकल्प इत्याहचित्तनदीति । प्राग्भारः प्रबन्धः । निम्नता गम्भीरता, अगाधतेति यावत् ॥१२॥
અથ આમાં નિરોધે ક ઉપાય?"થી નિરોધનો ઉપાય પૂછે છે. સૂત્રથી એનો ઉત્તર આપે છે - “અભ્યાસ અને વૈરાગ્યથી વૃત્તિનિરોધ થાય છે” નિરોધની ઉત્પત્તિ માટે અભ્યાસ અને વૈરાગ્ય બંનેની કામગિરી એકી સાથે થાય છે, કારણ કે એ એક બીજાને ઉપકારક છે. એ બેમાં વિકલ્પને અવકાશ નથી. એટલા માટે ચિ નદી બે પ્રવાહોમાં વહે છે, એમ કહે છે. પ્રામ્ભાર એટલે પ્રબન્ય. નિમ્નતાથી નીચાણ, ગહનતા કે અગાધતા સમજવી જોઈએ. (નદી નીચેની તરફ વહે, એમ ચિત્તનું વલણ નીચેની તરફ હોય છે.) ૧૨