________________
૪૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૧૧
આકારવાળી સ્મૃતિ હોય છે. અથવા પોતાને પ્રગટ કરતા કારણના આકારને વ્યક્ત કરનાર કે એનું ઉદ્ધોધન કરનાર, એનાથી અંજન એટલે ફળ તરફ અભિમુખ થવાપણું, એવો પણ અર્થ કરી શકાય.
કારણના વિચાર વખતે, બુદ્ધિ અને સ્મૃતિ બંને સમાન રૂપવાળાં હોય તો એ બેમાં તફાવત શો ? એ વિષે પણ વિચારે છે. ગ્રહણ એટલે ઉપાદાન (મનમાં વસ્તુનો પ્રવેશ). અગાઉ ગૃહીત હોય એનું ગ્રહણ થાય નહીં. તેથી અગાઉ ન જાણેલા પદાર્થનું જ્ઞાન કરાવે એ બુદ્ધિ. એટલે ગ્રહણનું રૂપ પહેલાં કે મુખ્યતયા જણાવે એ બુદ્ધિ છે. અહીં (ગ્રહણ અને ગ્રાહ્યના) અભેદમાં પણ ગૌણ-મુખ્યભાવ કહ્યો છે. અને ગ્રાહ્યનો આકાર પહેલાં કે મુખ્યતયા પ્રગટ કરે એ સ્મૃતિ છે, એમ કહે છે. ગ્રાહ્યનો આકાર પહેલાં પ્રગટે એનો અર્થ એ છે કે જ્ઞાનનો વિષય બનતો ગ્રાહ્ય પદાર્થ, પહેલાં અન્ય વૃત્તિઓનો વિષય બની ચૂક્યો છે, એવો પદાર્થ ચિત્તમાં પ્રગટે એ સ્મૃતિ છે. આને અસંપ્રમોષ, ચોરી ન થયેલો વિષય કહ્યો છે. પણ સ્મૃતિમાં સંપ્રમોષ પણ હોય છે. સ્વમમાં અતીતમાં ચાલ્યા ગયેલા પિતા વગેરે અને અન્ય દેશ-કાળમાં અનુભવેલા વિષયોની, એનાથી જુદા દેશકાળમાં પ્રતીતિ થતી જોવામાં આવે છે. તેથી કહે છે કે સ્મૃતિ બે પ્રકારની છે : ભાવિતસ્કૃતિ અને અભાવિતસ્મૃતિ. ભાવિત એટલે કલ્પિત વસ્તુની સ્મૃતિ, અને અભાવિત એટલે અકલ્પિત કે સાચી વસ્તુનું સ્મરણ થાય એવી સ્મૃતિ. આ ખરેખર સ્મૃતિ નહીં, વિપર્યય છે, કારણ કે એનું લક્ષણ આમાં બંધબેસતું જણાય છે, પણ સ્મૃતિનો આભાસ હોવાથી એને સ્મૃતિ કહી છે. પ્રમાણાભાસને જેમ પ્રમાણ કહેવાય, એવો ભાવ છે.
સ્મૃતિને સૌથી છેલ્લી કેમ મૂકી? એના જેવાબમાં “સર્વાથ્થતા મૃતય.” વગેરેથી કહે છે કે બધી સ્મૃતિઓ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિના અનુભવોથી ઉત્પન્ન થાય છે. અનુભવ એટલે પ્રાપ્તિ (મનમાં વિષયનો પ્રથમવાર પ્રવેશ). પ્રાપ્તિપૂર્વક થતી વૃત્તિ સ્મૃતિ છે, કેમકે પ્રાપ્ત અનુભવોથી સ્મૃતિઓ ઉત્પન્ન થાય છે.
બુદ્ધિશાળી મનુષ્ય દુઃખદનો નિરોધ કરવો જોઈએ. કલેશો દુઃખદ છે, વૃત્તિઓ નહીં. તો શા માટે વૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ ? એના જવાબમાં “સર્વાશ્ચતા વૃત્તય: સુખદુઃખમોહાત્મિકા:” વગેરેથી કહે છે કે બધી જ વૃત્તિઓ ક્લેશરૂપ સુખદુઃખમોહાત્મક છે, માટે એમનો વિરોધ કરવો જોઈએ. બાકીનું સુગમ છે. ૧૧