________________
૨૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૬,૭
संबन्धसंवेदनाधीनजमनुमानं विशेषेषु संबन्धग्रहणाभावेन सामान्यमेव सुकरसंबन्धग्रहं गोचरयतीति । उदाहरणमाह-यथेति । चो हेत्वर्थः । विन्ध्योऽगतिर्यतस्तस्मात्तस्याप्राप्तिरतो गतिनिवृत्तौ प्राप्तेनिवृत्तेर्देशान्तरप्राप्तेर्गतिमच्चन्द्रतारकं चैत्रवदिति सिद्धम् । आगमस्य वृत्तेर्लक्षणमाह-आप्तेनेति । तत्त्वदर्शनकारुण्यकरणपाटवाभिसंबन्ध आप्तिस्तया सह वर्तत इत्याप्तस्तेन दृष्टोऽनुमितो वार्थः । श्रुतस्य पृथगनुपादानं तस्य दृष्टानुमितमूलत्वेन ताभ्यामेव चरितार्थत्वात् । आप्तचित्तवर्तिज्ञानसदृशस्य ज्ञानस्य श्रोतृचित्ते समुत्पादः स्वबोधसंक्रान्तिस्तस्यै, अर्थ उपदिश्यते श्रोतृहिताहितप्राप्तिपरिहारोपायतया प्रज्ञाप्यते। शेषं सुगमम् । यस्यागमस्याश्रद्धेयार्थो वक्ता, यथा यान्येव दश दाडिमानि तानि षडपूपा भविष्यन्तीति, न दृष्टानुमितार्थो यथा चैत्यं वन्देत स्वर्गकाम इति स आगमः प्लवते । नन्वेवं मन्वादीनामप्यागम: प्लवेत । न हि तेऽपि दृष्टानुमितार्थाः । यथाहुः
यः कश्चित्कस्यचिद्धर्मो मनुना परिकीर्तितः ।।
स सर्वोऽभिहितो वेदे सर्वज्ञानमयो हि सः ॥ (मनु० २१७) इत्यत आह-मूलवक्तरि त्विति । मूलवक्ता हि तत्रेश्वरो दृष्टानुमितार्थ રૂત્યર્થ: Iણા
ભાષ્યકાર પ્રમાણવૃત્તિને જુદી પાડી, એનું સામાન્ય લક્ષણ કહે છે. અગાઉ ન જાણેલી વસ્તુનું સાચું જ્ઞાન પ્રમા છે. એ પુરુષના વ્યવહારનું કારણ બને છે. પ્રમાના સાધનને પ્રમાણ કહે છે. વિભાગ પાડીને કરેલું કથન વધારે કે ઓછી સંખ્યા નિવારવા માટે છે. બધાં પ્રમાણોનું મૂળ હોવાથી પ્રત્યક્ષનું લક્ષણ પહેલાં રજૂ કરતાં
ઇન્દ્રિયપ્રણાલિયા” વગેરે કહે છે. “અર્થ” - પદાર્થ-શબ્દથી આરોપિતપણું નિવારે છે. “તદ્વિષયા” – એને (પદાર્થને) વિષય કરતી, એમ કહીને, બહાર હોવાપણું ફક્ત મનનો વિચાર છે, એ મતનું (વિજ્ઞાનવાદનું) નિવારણ કરે છે. “બાહ્યવસૂપરાગાતુ”- બહારની વસ્તુનો આકાર ધારણ કરવાથી - એમ કહીને ચિત્તમાં રહેલા જ્ઞાનના આકારનો, બહાર રહેલા જ્ઞાનના વિષયભૂત જોય પદાર્થ સાથેનો સંબંધ દર્શાવે છે. “ઇન્દ્રિયપ્રણાલિયા” - ઇન્દ્રિયની પ્રણાલિકાથી - એમ કહીને અંદરનું જ્ઞાન બહારની વસ્તુથી દૂર હોવા છતાં, એના જેવો આકાર કેવી રીતે ધારણ કરે છે, એનો હેતુ દર્શાવે છે.
કેટલાક લોકો પદાર્થ સામાન્ય (જાતિ)ને દર્શાવે છે, એમ કહે છે. બીજા કેટલાક ફક્ત વિશેષ (વ્યક્તિ)ને દર્શાવે છે, એમ કહે છે. વળી કેટલાક પદાર્થ સામાન્ય અને વિશેષ બંનેને દર્શાવે છે, એમ કહે છે. આ વિવાદના નિરાકરણ માટે ભાષ્યકાર “સામાન્યવિશેષાત્મનઃ”- સામાન્ય અને વિશેષરૂપવાળો-એમ કહીને પદાર્થ