________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૬,૭
मूलवक्तरि तु दृष्टानुमितार्थे निर्विप्लवः स्यात् ॥६,७॥
ઇન્દ્રિયની પ્રણાલિકાથી બહારની વસ્તુના આકારવાળી બનીને, એનાં સામાન્ય અને વિશેષ લક્ષણોનો મુખ્યત્વે નિશ્ચય કરનારી ચિત્તની વૃત્તિ પ્રત્યક્ષ પ્રમાણ છે. એનું ફળ પુરુષને પોતાનાથી અભિન્નરૂપે થતો ચિત્તવૃત્તિનો બોધ છે. પુરુષ બુદ્ધિનો પ્રતિસંવેદી (સંવેદન અનુભવનારી બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને સંવેદન અનુભવનાર) છે, એ વાત આગળ કહેવાશે.
જાણવા યોગ્ય સજાતીય પદાર્થોમાં અનુગત અને ભિન્ન જાતિના પદાર્થોમાં ન જોવા મળતા સંબંધને સામાન્યપણે નિશ્ચિત કરનારી વૃત્તિને અનુમાન કહે છે. દાખલા તરીકે ચૈત્રની જેમ એકથી બીજા પ્રદેશને પ્રાપ્ત કરતા ચંદ્ર અને તારાઓ ગતિશીલ છે. વિધ્ય બીજા પ્રદેશને પ્રાપ્ત કરતો નથી, તેથી એ ગતિરહિત છે.
શ્રદ્ધેય પુરુષે સ્વયં જોયેલા કે અનુમાન કરેલા પદાર્થના પોતાના જ્ઞાનને અન્યમાં સંક્રાન્ત કરવા શબ્દથી જયારે તે ઉપદેશ કરે, ત્યારે એ પદાર્થ વિષે સાંભળનારની વૃત્તિને આગમ કે શબ્દપ્રમાણ કહે છે. કહેનાર ન માની શકાય એવા પદાર્થ વિષે કહેતો હોય, અને એણે એ પદાર્થ જોયો કે નિગમનથી જાણ્યો ન હોય, એનો આગમ-શબ્દ નિષ્ફળ હોય છે. મૂળ વક્તાએ પદાર્થ જોયો હોય કે અનુમાનથી જાણ્યો હોય, તો સફળ હોય છે. ૬,૭.
तत्त्व वैशारदी ताः स्वसंज्ञाभिरुद्दिशति-प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः । निर्देशे यथावचनं विग्रहः । चार्थे द्वंद्वः समास इतरेतरयोगे । यथाऽनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या (२।५) इत्युक्तेऽपि न दिङ्मोहालातचक्रादिविभ्रमा व्युदस्यन्त एवमिहापि प्रमाणाद्यभिधानेऽपि वृत्त्यन्तरसद्भावशङ्का न व्युदस्येतेति तत्रिरासाय वक्तव्यं प्रञ्चतय्य इति । एतावत्य एव वृत्तयो नापराः सन्तीति दर्शितं भवति ॥६॥
એ વૃત્તિઓનો ભાષ્યકાર એમનાં પોતાનાં નામોથી નિર્દેશ કરે છે: પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. ગણેલી વસ્તુઓ કહેવાની હોય, ત્યારે પ્રત્યેક અવયવને જુદો અને ક્રમથી સમજવો પડે છે. “ચ”-અને-નો પ્રયોગ થયો હોય ત્યાં ૯૮ (એકી સાથે બે વસ્તુઓનો યોગ) સમજવો, અને એકને બીજી સાથે ક્રમથી જોડવાની હોય ત્યાં સમાસ સમજવો. દાખલા તરીકે અનિત્ય, અશુચિ, દુઃખ અને અનાત્મામાં નિત્ય, શુચિ, સુખ અને આત્માનું જ્ઞાન થાય એ અવિદ્યા છે.
આમ અવિદ્યાનું લક્ષણ કહ્યું, તે છતાં દિશાભ્રમ અને અલાતચક્ર (મશાલ