________________
પા. ૧ સૂ. ૬,૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી
[ ૨૩
અક્લિષ્ટ જ રહે છે. સેંકડો ભીલોની વસ્તીવાળા શાલગ્રામમાં રહેતો હોય, છતાં બ્રાહ્મણ ભીલ બની જતો નથી. અક્લિષ્ટની વચ્ચે એમ ઉદાહરણ તરીકે કહ્યું છે. ક્લિષ્ટ વચ્ચે રહેવા છતાં એમનાથી ન દબાતી વૃત્તિઓ અક્લિષ્ટ છે. “તથા જાતીયકા”... વગેરેથી કહે છે કે અક્ષિ વૃત્તિઓ પોતાની જાતિની વૃત્તિઓ ઉત્પન્ન કરીને એના સંસ્કારી પરિપક્વ થતાં ક્રમેક્રમે ક્લિષ્ટ વૃત્તિઓને દબાવી દે છે. અક્લિષ્ટ વૃત્તિઓથી અલિષ્ટ સંસ્કારો પેદા થાય છે, એવો અર્થ છે. આમ વૃત્તિસંસ્કારનું ચક્ર નિરોધ સમાધિ સુધી ચાલુ રહે છે. નિરોધ અવસ્થામાં રહેલું ચિત્ત, સંસ્કારશેષ બનીને આખરે આત્મા સાથે એકરૂપ બને છે, અથવા પોતાના મૂળ કારણ-પ્રકૃતિમાં લીન થાય છે; આમ સૂત્રનો સારાંશ કહ્યો. પાંચ પ્રકારની – પંચ તથ્યઃ- માં તય, પ્રત્યય પ્રકારવાચી ન હોવાથી ફક્ત પાંચ એવા અર્થનું કથન કરે છે. ૫
તા: વિ78વિત્રછa Vધા વૃત્ત :- એ ક્લિષ્ટ અને અક્લિષ્ટ પાંચ પ્રકારની વૃત્તિઓ
प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ॥ ६ ॥ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ (નામની) છે. ૬
प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ॥७॥ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણો છે.
भाष्य
इन्द्रियप्रणालिकया चित्तस्य बाह्यवस्तूपरागात्तद्विषया सामान्यविशेषात्मनोऽर्थस्य विशेषावधारणप्रधाना वृत्तिः प्रत्यक्षं प्रमाणम् । फलमविशिष्टः पौरुषेयश्चित्तवृत्तिबोधः । बुद्धेः प्रतिसंवेदी पुरुष इत्युपरिष्टादुपपादयिष्यामः ।
___ अनुमेयस्य तुल्यजातीयेष्वनुवृत्तो भिन्नजातीयेभ्यो व्यावृत्तः संबन्धो यस्तद्विषया सामान्यावधारणप्रधाना वृत्तिरनुमानम् । यथा देशान्तरप्राप्ते गतिमच्चन्द्रतारकं चैत्रवत्, विन्ध्यश्चाप्राप्तिरगतिः । आप्तेन दृष्टोऽनुमितो वार्थः परत्र स्वबोधसंक्रान्तये शब्देनोपदिश्यते, शब्दात्तदर्थविषया वृत्तिः श्रोतुरागमः । यस्याश्रद्धेयार्थो वक्ता न दृष्टानुमितार्थः स आगमः प्लवते,