________________
૨૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૫
મૈત્ર કે બીજો કોઈપણ હોય, એ બધાની વૃત્તિઓ પાંચ પ્રકારની છે, એનાથી વધારે નહીં. ‘‘ચિત્તસ્ય'માં પ્રયોજેલું એકવચન જાતિના અભિપ્રાયથી છે, છતાં “ચિત્તાનામ્” એવું બહુવચન સમજવું જોઈએ. યોગના અભ્યાસમાં ઉપયોગી એવી એમની અવાત્તર વિશેષતા બતાવે છે કે વૃત્તિઓ દુઃખદ અને સુખદ છે. સુખદનો આશ્રય લઈ દુઃખદનો નિરોધ કરવો, અને સુખદનો પણ પર વૈરાગ્યથી નિરોધ કરવો જોઈએ.
“ક્લેશહેતુકા...” વગેરેથી સમજાવે છે કે ક્લેશની હેતુભૂત વૃત્તિઓ ક્લિષ્ટ છે. અસ્મિતા વગેરે ક્લેશો એમની પ્રવૃત્તિનું કારણ હોવાથી એ વૃત્તિઓ ક્લિષ્ટ કહેવાય છે. અથવા પુરુષ માટે પ્રવૃત્ત થતી પ્રકૃતિની રજોગુણી અને તમોગુણી વૃત્તિઓ દુઃખનું કારણ હોઈ, એમની પ્રવૃત્તિ ક્લેશ માટે હોય છે, તેથી ક્લિષ્ટ કહેવામાં આવે છે. દુઃખ ઉત્પન્ન કરવું એમની પ્રવૃત્તિનો હેતુ હોવાથી, તેઓ કર્ભાશયની વૃદ્ધિ માટે ક્ષેત્રરૂપ છે.
મનુષ્ય પ્રમાણ વગેરેથી વસ્તુઓ સારી કે ખરાબ છે, એનો નિર્ણય કરી, એમાં રાગ કે દ્વેષ કરે છે. તદનુસાર કર્મ કરી કર્મસંચય કરે છે. આમ ધર્મ અને અધર્મના સંચય અને પ્રસવ માટે ભૂમિરૂપ બનનારી વૃત્તિઓ ક્લિષ્ટ છે.
ખ્યાતિવિષયા”... વગેરેથી સુખદ વૃત્તિઓ વિષે કહે છે. રજન્સ, અને તમસ વિનાના શાન્તપણે વહેતા બુદ્ધિસત્ત્વમાં પ્રજ્ઞાનો પ્રકાશ થાય એને ખ્યાતિ કહે છે. એ સત્ત્વ અને પુરુષના વિવેકને પોતાનો વિષય બનાવે છે. સત્ત્વ અને પુરુષના વિવેકને વિષય કરતી હોવાથી ગુણોના અધિકાર (કાર્ય)ની વિરોધી છે. કાર્યનો આરંભ કરવો એ ગુણોનો અધિકાર છે. એ કાર્ય વિવેકખ્યાતિ થાય ત્યાં સુધી ચાલુ રહે છે. એ સિદ્ધ થતાં ગુણોનો અધિકાર સમાપ્ત થાય છે. આમ ગુણો ચરિતાધિકાર થાય ત્યાં સુધી એમનો વિરોધ કરતી હોવાથી, એ જ પ્રમાણ વગેરે વૃત્તિઓ અક્લિષ્ટ (સુખદ) કહેવાય છે.
ભલે, પણ વિતરાગ મનુષ્યો જન્મતા નથી. તેથી બધાં પ્રાણીઓ ક્લિષ્ટવૃત્તિવાળાં હોય છે. ક્લિષ્ટ વૃત્તિઓના પ્રવાહમાં અક્લિષ્ટ વૃત્તિઓ ઉત્પન્ન થાય નહીં. કદાચ થાય તો પણ વિરોધીઓની વચ્ચે આવેલી હોવાથી પોતાનું કાર્ય કરી શકતી નથી. આમ અશ્લિષ્ટ વૃત્તિઓથી ક્લિષ્ટ વૃત્તિઓને દબાવી દઈ, પર વૈરાગ્યથી અલિષ્ટ વૃત્તિઓનો પણ વિરોધ કરવો જોઈએ, એ કથન મનોરથમાત્ર છે. આ આશંકાના નિવારણ માટે કહે છે કે ક્લિષ્ટ પ્રવાહમાં પડેલી અક્લિષ્ટ વૃત્તિઓ અક્લિષ્ટ રહે છે. વેદાધ્યયન, અનુમાન અને ગુરુના ઉપદેશના અનુશીલનથી ઉત્પન્ન થયેલી અભ્યાસ અને વૈરાગ્યની વૃત્તિઓ, ક્લિષ્ટવૃત્તિઓ વચ્ચે રહે તો પણ