________________
પા. ૪ સૂ. ૩૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૭૫
भाष्य कृतभोगापवर्गाणां पुरुषार्थशून्यानां यः प्रतिप्रसवः कार्यकारणात्पकानां गुणानां तत्कैवल्यं, स्वरूप्रतिष्ठा पुनर्बुद्धिसत्त्वानभिसम्बन्धात्पुरुषस्य चितिशक्तिरेव केवला, तस्याः सदा तथैवावस्थानं कैवल्यमिति ॥३४॥
પુરુષ માટે ભોગ અને મોક્ષરૂપ કર્તવ્ય પૂરું કર્યા પછી પુરુષાર્થશૂન્ય કાર્યકારણરૂપ ગુણોનો લય કૈવલ્ય છે. અથવા પુરુષનો ફરીથી બુદ્ધિસત્ત્વ સાથે સંબંધ ન થતાં, ચિતિશક્તિ કેવળ એમ જ (પોતાના સ્વરૂપમાં જ) અવસ્થિત રહે એ કૈવલ્ય છે. ૩૪ ___ इति श्रीपातञ्जले योगशास्त्रे सांख्यप्रवचने व्यासभाष्ये कैवल्यपादश्चतुर्थः ॥४॥
આમ શ્રી પતંજલિના યોગસાસ્ત્રમાં સાંખ્યપ્રવચન નામના વ્યાસભાષ્યમાં ચોથો કૈવલ્યયાદ સમાપ્ત થયો. ૪
तत्त्ववैशारदी कैवल्यस्वरूपावधारणपरस्य सूत्रस्यावान्तरसंगतिमाह- गुणाधिकारेति । पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसव: कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति । कृतकरणीयतया पुरुषार्थशून्यानां य: प्रतिप्रसवः स्वकारणे प्रधाने लयस्तेषां कार्यकारणात्मकानां गुणानां व्युत्थानसमाधिनिरोधसंस्कारा मनसि लीयन्ते, मनोऽस्मितायाम्, अस्मिता लिङ्गे, लिङ्गमलिङ्ग इति । योऽयं गुणानां कार्यकारणात्मकानां प्रतिसर्गस्तत्कैवल्यम्, यं कञ्चित्पुरुषं प्रति प्रधानस्य मोक्षः । स्वरूपप्रतिष्ठा वा पुरुषस्य मोक्ष इत्याह-स्वरूपेति । अस्ति हि महाप्रलयेऽपि स्वरूपप्रतिष्ठा चितिशक्तिः । न चासौ मोक्ष इत्यत आह-पुनरिति । सौत्र इतिशब्दः शास्त्रपरिसमाप्तौ ॥३४||
ગુણાધિકારક્રમ સમાપ્ત.." વગેરેથી કેવલ્યના સ્વરૂપનો નિશ્ચય કરનારા સૂત્રની અવાજો સંગતિ કહે છે. કર્તવ્ય પૂરું કર્યું હોવાથી પુરુષાર્થ વિનાના કાર્યકારણરૂપ ગુણોનો પ્રતિપ્રસવ-પોતાના કારણરૂપ પ્રધાનમાં વિલય-કૈવલ્ય છે. વ્યુત્થાન, નિરોધ, અને સમાધિના સંસ્કારો મનમાં, મન અસ્મિતામાં, અસ્મિતા લિંગ(મહત)માં, લિંગ અલિંગ (પ્રકૃતિ) માં લય પામે છે. કાર્યકારણાત્મક ગુણોનો લય કૈવલ્ય છે, કે જે તે પુરુષ પ્રત્યે પ્રધાનનો મોક્ષ છે. “સ્વરૂપ..” વગેરેથી પુરુષની સ્વરૂપમાં પ્રતિષ્ઠા મોક્ષ છે, એમ કહે છે. મહાપ્રલય વખતે પણ ચિતિશક્તિની સ્વરૂપપ્રતિષ્ઠા હોય છે, છતાં એ મોક્ષ નથી, માટે “પુનર્મુદ્ધિસત્ત્વ” વગેરેથી કહે છે કે ફરીથી પુરુષનો બુદ્ધિસત્ત્વ સાથે સંબંધ થતો નથી. સૂત્રનો ઇતિ