________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૩૪
૪૭૬ ]
શબ્દ શાસ્ત્રસમાપ્તિ બોધક છે. ૩૪
मुक्त्यर्हचित्तं परलोकमेयज्ञसिद्धयो धर्मघनः समाधिः । द्वयी च मुक्तिः प्रतिपादितास्मिन्पादे प्रसङ्गादपि चान्यदुक्तम् ॥१॥ “મુક્તિયોગ્ય ચિત્ત, પરલોકની જ્ઞેયતા, જ્ઞાનીની સિદ્ધિઓ અને ધર્મમેઘસમાધિ, તેમજ બે પ્રકારની મુક્તિ અને અન્ય પ્રાસંગિક બાબતો આ પાદમાં
કહ્યાં. ૧
निदानं तापानामुदितमथ तापाश्च कथिताः । सहाङ्गैरष्टाभिर्विहितमिह योगद्वयमपि । कृतो मुक्तेरध्वा गुणपुरुषभेदः स्फुटतरो विविक्तं कैवल्यं परिगलिततापा चितिरसौ ॥२॥ તાપોનું કારણ, અને સ્વરૂપ, આઠ અંગોવાળા બે પ્રકારના યોગો કહ્યા. ગુણો અને પુરુષના સ્પષ્ટ ભેદરૂપ મોક્ષમાર્ગ દર્શાવ્યો. કૈવલ્યની વિવિક્તતા અને તાપોવિનાની ચિતિશક્તિની સ્વરૂપાવસ્થિતિ કહી. ૨
इति श्रीवाचस्पतिमिश्रविरचितायां पातञ्जलभाष्यव्याख्यायां तत्त्ववैशारद्यां कैवल्यपादश्चतुर्थः ॥४॥
આમ શ્રી વાચસ્પતિ મિત્રે રચેલી પાતંજલ ભાષ્યની તત્ત્વ વૈશારદી નામની વ્યાખ્યામાં ચોથો કૈવલ્યપાદ સમાપ્ત થયો.૪
समाप्तमिदं पातञ्जलयोगदर्शनं सटीकभाष्ययुतम् ॥ ! ભાષ્ય અને ટીકા યુક્ત પાતંજલયોગદર્શન સમાપ્ત થયું.