________________
૪૭૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૩૪
પછી, વિભાગ કરીને જ જવાબ આપી શકાય એવો પ્રશ્ન પૂછે છે “બધા મરનારા જન્મશે કે નહીં ?” “વિજય.” વગેરેથી જવાબ આપે છે કે વિવેકજ્ઞાનવાળો, ક્ષણક્લેશ પુરુષ નહીં જન્મે, પણ બીજા જન્મશે”. વાતને વધુ સ્પષ્ટ કરવા બીજો પ્રશ્ન પૂછે છે : “મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે કે નહીં ?” આનો નિશ્ચિત જવાબ આપી શકાય નહીં. કુશળ પુરુષનો સંસાર અંતવાળો અને અકુશળ પુરુષનો સંસાર અનંત છે, માટે બધા માટે સમાન જવાબ હોઈ શકે નહીં. બધાં પ્રાણીઓ શ્રેયસ્કર કે અશ્રેયસ્કર છે, એમ એકાન્તપણે નિશ્ચિત કરવું શક્ય નથી, જેમ જન્મેલા માત્ર મરવાના છે, એમ નિશ્ચતપણે કહી શકાય છે. “કુશલસ્યાતિ સંસારક્રમપરિસમાપ્તિ.” વગેરેથી વિભાગ કરીને નિશ્ચય કરવો શક્ય છે, એમ કહે છે. ભાવ એ છે કે બધાંનો , ક્રમશઃ મોક્ષ થતાં સંસારનો અંત થશે, એ અનુમાન છે. એ આગમસિદ્ધમોક્ષના આધારે થાય છે. મોક્ષનું પ્રતિપાદન કરતું આગમપ્રમાણ, પોતે પ્રતિપાદિત કરેલા પ્રધાનના પરિણામક્રમની નિત્યતાનો બાધ કેવી રીતે કરી શકે ? આમ આગમવડે બાધિતવિષયવિષેનું આ અનુમાન પ્રામાણિક ગણાય નહીં. શ્રુતિ સ્મૃતિ, ઇતિહાસ, પુરાણોમાં સર્વ પ્રતિસર્ગ પરંપરાનું અનાદિપણું અને અનંતપણું કહ્યું છે. વળી, બધા આત્માઓનો સંસાર એકી સાથે સમાપ્ત થાય એ સંભવિત નથી. પંડિતો માટે પણ અનેક જન્મોની પરંપરામાં કરવામાં આવતા કઠોર શ્રમપૂર્વકના અભ્યાસથી વિવેકખ્યાતિપ્રતિષ્ઠા સિદ્ધ થાય છે, તો સ્થાવર, જંગમ વગેરે પ્રાણીમાત્ર અકસ્માત વિવેકનિષ્ઠ થશે, એમ માની શકાય નહીં. વળી, કારણમાં સહભાવ ન હોય તો કાર્યમાં એ ન હોય એ યોગ્ય છે. ક્રમે ક્રમે વિવેકજ્ઞાન થતાં, અસંખ્ય પ્રાણીઓ, ક્રમશઃ મુક્ત થશે અને એમ સંસારનો અંત થશે એમ પણ માની શકાય નહીં, કારણ કે પ્રાણીઓ અસંખ્ય છે, માટે સંસાર અંતહીન છે. આમ બધું સ્પષ્ટ છે. ૩૩
Twifથwામસમાપ્ત કૈવન્યમુમ્ | તસ્વરૂપમવાયત- ગુણોના અધિકાર ક્રમની સમાપ્તિથી કૈવલ્ય કહ્યું. એના સ્વરૂપનો નિશ્ચય કરવામાં આવે છે -
पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं
स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति ॥३४॥ પુરુષાર્થ વિનાના ગુણોનો લય કૈવલ્ય છે. અથવા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ચિતિશક્તિ કૈવલ્ય છે. ૩૪