________________
૧૬]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૪
વ્યુત્થાનમાં પણ સ્વરૂપ પ્રતિષ્ઠિત રહેતી હોય તો વ્યુત્થાન અને નિરોધ અવસ્થાઓમાં કોઈ ભેદ નહીં રહે. એના સમાધાન માટે “વ્યુત્થાનચિત્તે તુ” વગેરેથી કહે છે કે કૂટસ્થ નિત્ય ચિતિશક્તિ સ્વરૂપથી શ્રુત થતી નથી. તેથી જેવી નિરોધમાં એવી જ વ્યુત્થાનમાં પણ રહે છે. છીપ પ્રમાણજ્ઞાન અને વિપર્યયજ્ઞાનથી જુદી દેખાય, એનાથી એના સ્વરૂપનો ઉદય કે અસ્ત થતો નથી. જોનાર એના સ્વરૂપમાં જ રહેલી વસ્તુને બીજી તરીકે જુએ છે. નિરોધ સમાધિની અપેક્ષાએ સંપ્રજ્ઞાત સમાધિ પણ વ્યુત્થાન જ ગણાય છે. ૩
कथं तर्हि ? दर्शितविषयत्वात्તો (પુરુષ) કેવો હોય છે? વિષય દર્શાવ્યો હોવાથી
વૃત્તિ સાથમિતરત્ર III બીજી વ્યુત્થાન) અવસ્થામાં (પુરુષ) વૃત્તિ જેવા રૂપવાળો હોય છે. ૪
માણ व्युत्थाने याश्चित्तवृत्तयस्तदविशिष्टवृत्तिः पुरुषः । तथा च सूत्रम्'एकमेव दर्शनं ख्यातिरेव दर्शनम्' इति । चित्तमयस्कान्तमणिकल्पं संनिधिमात्रोपकारि दृश्यत्वेन स्वं भवति पुरुषस्य स्वामिनः । तस्माच्चित्तवृत्तिबोधे पुरुषस्यानादिः संबन्धो हेतुः ॥४॥
વ્યુત્થાન અવસ્થામાં ચિત્તની જે વૃત્તિઓ હોય, એમનાથી અભિન્નવૃત્તિવાળો પુરુષ હોય છે. અને આ વિષે સૂત્ર પણ છે - “એક જ દર્શન છે, ખ્યાતિ જ દર્શન છે.” લોહચુંબક જેવું ચિત્ત, સાન્નિધ્યમાત્રથી ઉપકાર કરનારું, દશ્ય બનીને સ્વામી પુરુષનું સ્વ (માલિકીનું) બને છે. તેથી ચિત્તવૃત્તિઓના જ્ઞાનમાં પુરુષનો અનાદિ (દ્રષ્ટાદશ્ય તરીકેનો) સંબંધ હેતુ છે. ૪
तत्त्व वैशारदी सूत्रान्तरमवतारयितुं पृच्छति- कथं तीति । यदि तथा भवन्ती न तथा केन तर्हि प्रकारेण प्रकाशत इत्यर्थः । हेतुपदमध्याहृत्य सूत्रं पठति-दर्शितविषयत्वावृत्तिसारूप्यमितरत्र । इतरत्र व्युत्थाने याश्चित्तवृत्तयः शान्तघोरमूढास्ता एवाविशिष्टा