________________
પ. ૧ સૂ. ૩]
વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૧૫
पाधिररुणिमा। न चोपाधिनिवृत्तावुपहितनिवृत्तिरतिप्रसङ्गादिति भावः । स्वरूपस्य चाभेदेऽपि भेदं विकल्प्याधिकरणभाव उक्त इति । अयमेवार्थो भाष्यकृता द्योत्यतेस्वरूपप्रतिष्ठेति । तदानीम्-निरोधावस्थायां न व्युत्थानावस्थायामिति भावः । स्यादेतद्व्युत्थानावस्थायामप्रतिष्ठिता स्वरूपे चितिशक्तिनिरोधावस्थायां प्रतितिष्ठन्ती परिणामिनी सा स्यात् । व्युत्थाने वा स्वरूपप्रतिष्ठाने व्युत्थाननिरोधयोरविशेष इत्यत आहव्युत्थानचित्ते त्विति । न जातु कूटस्थनित्या चितिशक्ति: स्वरूपाच्च्यवते । तेन यथा निरोधे तथैव व्युत्थानेऽपि । न खलु शुक्तिकाया: प्रमाणविपर्ययज्ञानगोचरत्वेऽपि स्वरूपोदयव्ययौ भवतः । प्रतिपत्ता तु तथाभूतमप्यतथात्वेनाभिमन्यते । निरोधसमाधिमपेक्ष्य संप्रज्ञातोऽपि व्युत्थानमेवेति ॥३॥
તદવસ્થ ચેતસિ”... વગેરેથી આગળનું સૂત્ર રજૂ કરવા પૂછે છે કે ચિત્ત એ અવસ્થામાં હોય, ત્યારે બુદ્ધિના બોધના આકારના પુરુષનું સ્વરૂપ કેવું હોય છે? “કિમ્” એ પ્રશ્ન છે. પુરુષ હંમેશાં તે તે આકારમાં પરિણમતી બુદ્ધિના બોધ સાથે એકરૂપ થયેલો અનુભવાય છે, બુદ્ધિબોધથી રહિત નહીં. તેથી જેમ પ્રકાશ સૂર્યનો એમ બુદ્ધિબોધ પુરુષનો સ્વભાવ છે. સંસ્કાર જ બાકી રહે એવા ચિત્તમાં બુદ્ધિબોધ નથી. સ્વભાવ ત્યાગીને કોઈ વસ્તુ રહી શકે નહીં.
ભલે. પણ ફક્ત સંસ્કાર શેષ હોય, એવી બુદ્ધિને પુરુષ કેમ જાણી શકે નહીં ? એના જવાબમાં “વિષય ન હોવાથી” એમ કહે છે. કેવળ બુદ્ધિ પુરુષનો વિષય નથી, પુરુષાર્થવાળી બુદ્ધિ એનો વિષય છે. વિવેકખ્યાતિ અને વિષયભોગ એ બે પુરુષાર્થો છે, અને નિરુદ્ધાવસ્થામાં એ બંને નથી, તેથી એમાં વિષયનો અભાવ સિદ્ધ છે.
સૂત્રથી આ પ્રશ્નનો જવાબ આપે છે કે ત્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં રહે છે. સ્વરૂપ શબ્દથી શાન્ત, ઘોર, મૂઢ એવાં આરોપિત સ્વરૂપોનો નિષેધ કરે છે. ઉપાધિવિનાનું ચૈતન્ય પુરુષનું સ્વરૂપ છે, શાન્ત વગેરે બુદ્ધિનો બોધ નહીં, કારણ કે એવો બોધ ઉપાધિને કારણે થતો હોય છે. સ્વભાવથી શુદ્ધ સ્ફટિક પાસે જપા પુષ્પ મૂકવાથી એમાં લાલાશ દેખાય છે. એ ઉપાધિને ખસેડી લેવામાં આવે તો પણ ઉપહિત (સ્ફટિક) ખસી જતો નથી. જો ખસે તો અતિપ્રસંગ થાય, એમ ભાષ્યકાર “સ્વરૂપ પ્રતિષ્ઠા” વગેરેથી કહે છે. અભેદમાં ભેદની કલ્પના કરીને “સ્વરૂપે”માં સપ્તમી વિભક્તિ પ્રયોજી છે. “તદાનમ્” એટલે નિરુદ્ધઅવસ્થામાં, વ્યુત્થાન અવસ્થામાં નહીં, એવો ભાવ છે.
ભલે. પણ વ્યુત્થાન અવસ્થામાં સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ન રહેતી અને નિરોધ અવસ્થામાં સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેતી ચિતિશક્તિ પરિણામી કહેવાશે. અને