________________
પા. ૪ સૂ.૨૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ४५७ वैनाशिकस्तत्सर्वं संहत्यकारित्वात्परार्थमेव स्यात् । यस्त्वसौ परो विशेष: स न संहत्यकारी पुरुष इति ॥२४॥
આ ચિત્ત અસંખ્ય વાસનાઓને લીધે વિચિત્ર હોવા છતાં અન્યના ભોગ અને મોક્ષ માટે છે, પોતાના માટે નથી, કારણ કે એ ઘરની જેમ બીજી વસ્તુઓનો સાથ લઈને કાર્ય કરે છે. સંયુક્ત બનીને કાર્ય કરતું ચિત્ત પોતાના માટે અસ્તિત્વ ધરાવી શકે નહીં. સુખચિત્ત (ચિત્તનું સુખ) સુખ માટે નથી અને જ્ઞાન જ્ઞાન માટે નથી. એ બંને બીજા માટે છે. જે ભોગવડે અને જ્ઞાનરૂપમોક્ષ વડે અર્થવાળો છે, એ પુરુષ પર આત્મા છે. પર એટલે માત્ર સામાન્ય નહીં. વૈનાશિક જે જે સામાન્ય વસ્તુને ૫૨ તરીકે સ્વરૂપથી રજૂ કરે, એ બધું અન્ય સાથે મળીને કાર્ય કરતું હોવાથી ૫૨ને અર્થે છે. આવો જે પર વિશેષ પુરુષ છે એ સાથે મળીને કાર્ય ન કરતો હોવાથી પર આત્મા છે. ૨૪
तत्त्ववैशारदी
चित्तातिरिक्तात्मसद्भावे हेत्वन्तरमवतारयति - कुतश्चेति । तदसंख्येयवासनाभिश्चित्रमपि परार्थं संहत्यकारित्वात् । यद्यप्यसंख्येयाः कर्मवासनाः क्लेशवासनाश्च चित्तमेवाधिशेरते न तु पुरुषम् । तथा च वासनाधीना विपाकाश्चित्ताश्रयतया चित्तस्य भोक्तृतामावहन्ति, भोक्तुरर्थे च भोग्यमिति सर्वं चित्तार्थं प्राप्तम्, तथापि तच्चित्तमसंख्येयवासनाविचित्रमपि परार्थम् । कस्मात् ? संहत्यकारित्वादिति सूत्रार्थ: । व्याचष्टे - तदेतदिति । स्यादेतत्-चित्तं संहत्यापि करिष्यति, स्वार्थं च भविष्यति, कः खलु विरोध इति यदि कश्चिद् ब्रूयात्तं प्रत्याह - संहत्यकारिणेति । सुखचित्तमिति भोगमुपलक्षयति । तेन दुःखचित्तमपि द्रष्टव्यम् । ज्ञानमित्यपवर्ग उक्तः । एतदुक्तं भवति-सुखदुःखे चित्ते प्रतिकूलानुकूलात्मके नात्मनि संभवतः, स्वात्मनि वृत्तिविरोधात् । न चान्योऽपि संहत्यकारी साक्षात्परम्परया वा सुखदुःखे विदधानस्ताभ्यामनुकूलनीयः प्रतिकूलनीयो वा । तस्माद्य: साक्षात्परम्परया वा न सुखदुःखयोर्व्याप्रियते स एवाभ्यामनुकूलनीयः प्रतिकूलनीयो वा । स च नित्योदासीन: पुरुष एवमपवृज्यते येन ज्ञानेन तस्यापि ज्ञेयतन्त्रत्वात्स्वात्मनि च वृत्तिविरोधान्नज्ञानार्थत्वम् । न बाह्यविषयादस्मादपवर्गसंभवोऽस्ति, विदेहप्रकृतिलयानामपवर्गासंभवात् । तस्मात्तज्ज्ञानमपि पुरुषार्थमेव, न तत्स्वार्थं नापि परमात्रार्थम् । संहतपरार्थत्वे चानवस्थाप्रसङ्गादसंहतपरार्थसिद्धिरिति ॥ २४||