________________
૪૫૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૨૪
“બુદ્ધિનો આત્મા બુદ્ધિથી અભિન્ન હોવા છતાં, વિપર્યાસ દર્શન - અસમ્યફ દર્શન - ને કારણે ગ્રાહ્ય અને ગ્રાહકના જ્ઞાનરૂપ ભેજવાળો જણાય છે.
એમના પર શી રીતે અનુકંપા કરવી જોઈએ? એ વિષે “સમાધિપ્રજ્ઞાયાં પ્રજ્ઞેય: અર્થ...” વગેરેથી કહે છે કે એમને યુક્તિપૂર્વક ચિત્તથી ભિન્ન પુરુષનો સ્વીકાર કરાવી, અષ્ટાંગ યોગનો ઉપદેશ કરી, આત્મગોચર સમાધિપ્રજ્ઞાનો સાક્ષાત્કાર કરાવીને બોધ આપવો જોઈએ. દાખલા તરીકે, સમાધિપ્રજ્ઞામાં શેય તત્ત્વ આત્માનું પ્રતિબિંબ છે. મુખ્ય આત્મા એનાથી ભિન્ન છે. કારણકે એ પ્રતિબિંબિત આત્માનો આશ્રય છે. આમ બોધ આપ્યા પછી પણ જો તેઓ પૂછે કે ચિત્તનું આલંબન ચિત્તથી અભિન્ન કેમ નથી ? તો એમને એનો હેતુ બતાવવો જોઈએ. જો આત્મારૂપ તત્ત્વ ચિત્તમાત્ર હોય, અને ચિત્તથી ભિન્ન ન હોય, તો પ્રજ્ઞાવડે જ પ્રજ્ઞાના સ્વરૂપનો નિશ્ચય કેવી રીતે થઈ શકે ? કારણ કે પોતે પોતાની અંદર પ્રવૃત્ત થાય એ વાત વિરુદ્ધ છે.
“તસ્માત” વગેરેથી ચર્ચાનો ઉપસંહાર કરે છે કે પ્રજ્ઞામાં પ્રતિબિંબિત ચૈિતન્યનો જે નિશ્ચય કરે છે, એ આત્મા છે. “એવમ્...” વગેરેથી કહે છે કે આમ તત્ત્વનું સ્વરૂપ અને એના જ્ઞાનનો માર્ગ દર્શાવીને એમના પર અનુકંપા કરવી જોઈએ. જાતિત : એટલે સ્વભાવતઃ એવો અર્થ છે. ૨૩
તશૈતન્ ?- વળી કયા કારણથી ચિત્ત પુરુષથી ભિન્ન છે.?तदसंख्येयवासनाभिश्चित्रमपि परार्थं संहत्यकारित्वात् ॥२४॥
એ (ચિત્ત) અસંખ્ય વાસનાઓથી વિચિત્ર હોવા છતાં ઘણાની સહાયથી કાર્ય કરતું હોવાથી અન્ય(પુરૂષ)ને માટે છે. ૨૪
માથે तदेतच्चित्तमसंख्येयाभिर्वासनाभिरेव चित्रीकृतमपि परार्थ परस्य भोगापवर्गार्थं न स्वार्थं संहत्यकारित्वाद् गृहवत् । संहत्यकारिणा चित्तेन न स्वार्थेन भवितव्यम् । न सुखचित्तं सुखार्थं, न ज्ञानं ज्ञानार्थम् । उभयमप्येतत्परार्थम् । यश्च भोगेनापवर्गेण चार्थेनार्थवान्पुरुषः स एव परः । न परः सामान्यमात्रम् । यत्तु किञ्चित्परं सामान्यमानं स्वरूपेणोदाहरेद