________________
પા. ૪ સૂ.૨૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૫૩
પ્રસ્તુત કરે છે - “શાશ્વત શિવરૂપ, વિશુદ્ધ સ્વભાવના બ્રહ્મની કે ચિતિશક્તિની છાયાવાળી મનોવૃત્તિને ચિતિથી અભિન્ન ગુહા તરીકે જ્ઞાનીઓ જાણે છે. એમાં બ્રહ્મ વસે છે. એ ગુફા દૂર થતાં સ્વયં-પ્રકાશ, અનાવરણ, અનુપસર્ગ (ઉપદ્રવરહિત) બ્રહ્મ છેલ્લા કેહવાળા ભગવદ્રૂપ મહાત્મામાં પ્રગટ થાય છે. ૨૨
अतश्चैतदभ्युपगम्यते- तेथी भावात स्वी5२।५ छ -
द्रष्टदृश्योपरक्तं चित्तं सर्वार्थम् ॥२३॥ દ્રષ્ટા અને દેશ્યથી રંગાયેલું ચિત્ત બધા પદાર્થરૂપ છે. ૨૩
भाष्य
मनो हि मंतव्येनार्थेनोपरक्तम् । तत्स्वयं च विषयत्वाद्विषयिणा पुरुषेणात्मीयया वृत्त्याभिसंबद्धम् । तदेतच्चितमेव द्रष्टदृश्योपरक्तं विषयविषयिनिर्भासं चेतनाचेतनस्वरूपापन्नं विषयात्मकमप्यविषयात्मकमिवाचेतनं चेतनमिव स्फटिकमणिकल्पं सर्वार्थमित्युच्यते ।
तदनेन चित्तसारूप्येण भ्रान्ताः केचित्तदेव चेतनमित्याहुः । अपरे चित्तमात्रमेवेदं सर्व नास्ति खल्वयं गवादिर्घटादिश्च सकारणो लोक इति । अनुकम्पनीयास्ते । कस्मात् ? अस्ति हि तेषां भ्रान्तिबीजं सर्वरूपाकारनिर्भासं चित्तमिति । समाधिप्रज्ञायां प्रज्ञेयोऽर्थः प्रतिबिम्बीभूतस्तस्यालम्बनीभूतत्वादन्यः । स चेदर्थश्चित्तमात्रं स्यात्कथं प्रज्ञयैव प्रज्ञारूपमवधार्येत । तस्मात्प्रतिबिम्बीभूतोर्थः प्रज्ञायां येनावधार्यते स पुरुष इति । एवं ग्रहीतृग्रहणग्राह्यस्वरूपचित्तभेदात्त्रयमप्येतज्जातितः प्रविभजन्ते ते सम्यग्दर्शिनस्तैरधिगतः पुरुष इति ॥२३॥
મન મંતવ્ય પદાર્થના રંગે રંગાય છે, અને પોતે આત્માનો વિષય છે તેથી વિષયી પુરુષ સાથે પોતાની વૃત્તિથી સંબંધિત છે. આવું દ્રષ્ટા અને દશ્યથી રચાયેલું, વિષય અને વિષયી બંનેને પ્રગટ કરતું, ચેતન અને અચેતન સ્વરૂપવાળું, વિષયરૂપ છતાં અવિષયરૂપ, અચેતન છતાં ચેતન જેવું જણાતું, સ્ફટિકમણિ જેવું ચિત્ત સર્વાર્થ (બધા પદાર્થોને પ્રગટ કરે એવું)