________________
૪૫૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૨૨
तत्त्ववैशारदी स्यादेतत्-यदि चित्तं न स्वाभासं नापि चित्तान्तरवेद्यमात्मनापि कथं भोक्ष्यते चित्तम् । न खल्वात्मनः स्वयंप्रकाशस्याप्यस्ति काचित्क्रिया । न च तामन्तरेण कर्ता न चासंबद्धश्चित्तेन कर्मणा तस्य भोक्तातिप्रसङ्गादित्याशयवानपृच्छति-कथमिति । सूत्रेणोत्तरमाह-चितेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् । यत्तदवोचद 'वृत्तिसारूप्यमितरत्र' (१।४) इति तदितः समुत्थितम् । चितेः स्वबुद्धिसंवेदनं बुद्धस्तदाकारापत्तौ चितिप्रतिबिम्बाधारतया तद्रूपतापत्तौ सत्याम् । यथा हि चन्द्रमसः क्रियामन्तरेणापि संक्रान्तचन्द्रप्रतिबिम्बममलं जलमचलं चलमिव चन्द्रमसमवभासयत्येवं विनापि चितिव्यापारमुपसंक्रान्तचितिप्रतिबिम्बं चित्तं स्वगतया क्रियया क्रियावतीमसंगतामपि संगतां चितिशक्तिमवभासयभोग्यभावमासादयद्भोक्तृभावमापादयति તસ્ય તિ સૂત્રાર્થ ! માધ્યમથેતર્થમસત્ર તત્ર (રાદ્, રાર૦) વ્યાધ્યાતિ ન व्याख्यातमत्र । बुद्धिवृत्त्यविशिष्टत्वे ज्ञानवृत्तेरागममुदाहरति-तथा चोक्तम्-न पातालमिति । शाश्वतस्य शिवस्य ब्रह्मणो विशुद्धस्वभावस्य चितिच्छायापन्नां मनोवृत्तिमेव चितिच्छायापन्नत्वाच्चितेरप्यविशिष्टां गुहां वेदयन्ते । तस्यामेव गुहायां तद् गुह्यं ब्रह्म तदपनये तु स्वयंप्रकाशमनावरणमनुपसर्ग प्रद्योतते चरमदेहस्य भगवत इति ॥२२॥
ભલે. પણ ચિત્ત સ્વપ્રકાશ નથી અને બીજા ચિત્તવડે જાણી શકાય એવું પણ નથી, તો આત્મા પણ ચિત્તનો ભોક્તા કેવી રીતે થશે? સ્વયંપ્રકાશ આત્મામાં ક્રિયા નથી. ક્રિયા વગર કર્મરૂપ ચિત્ત સાથે ભોક્તા સંબંધમાં આવી શકે નહીં. આવે તો અતિપ્રસંગ થાય, એવા આશયથી “કથમ્ ?” કેવી રીતે ? - એમ પૂછે છે. “ચિતરપ્રતિસંક્રમાયા...” વગેરે સૂત્રથી જવાબ આવે છે કે વિષયોમાં સંચરણ ન કરતી ચિતિ પ્રતિબિંબિત બનીને, બુદ્ધિના આકારવાળી બનીને પોતાની બુદ્ધિને જાણે છે. “વૃત્તિસારૂપ્યમિતરત્ર” ૧.૪ સૂત્રમાં જે કહ્યું એ અહીંથી નિષ્પન્ન થયું છે. ચિતિ બુદ્ધિવૃત્તિના આકારવાળી બનીને પોતાની બુદ્ધિને જાણે છે. અર્થાત્ ચિતિના પ્રતિબિંબના આધાર તરીકે બુદ્ધિ ચેતનના આકારવાળી બને છે. કોઈ ક્રિયા કર્યા વગર અચલ ચંદ્ર, પોતાના પ્રતિબિંબને કારણે જળમાં ચંચળ હોય એમ જણાય છે. એમ ચિતિના વ્યાપારવગર એના પ્રતિબિંબને ઝીલતું ચિત્ત, પોતાની અંદર જણાતી નિષ્ક્રિય અને અસંગ ચિતિને ક્રિયાયુક્ત અને સંગવાળી હોય એમ દર્શાવે છે, અને આ રીતે ભોગ્યભાવને પ્રાપ્ત થઈને, ચિતિમાં ભોજ્વભાવ પણ ઉત્પન્ન કરે છે, એવો સૂત્રનો અર્થ છે. આ બાબત વારંવાર તે તે જગાએ (૨.૬, ૨.૨૦) ચર્ચા છે. તેથી અહીં એનો વિસ્તાર કર્યો નથી. આ કારણે બુદ્ધિવૃત્તિ સાથે જ્ઞાનવૃત્તિ અભિન્ન હોય એમ જણાય છે. આ વિષે “તથા ચોક્તમ્”થી આગમનું ઉદ્ધરણ