________________
પા. ૪ સૂ. ૨૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૫૧
ચિત્ત. અગ્રહીત ચરમ (છેલ્લી) બુદ્ધિ પૂર્વબુદ્ધિના પ્રહણ માટે સમર્થ નથી. બુદ્ધિથી અસંબદ્ધ પૂર્વ બુદ્ધિ જાણી શકાય નહીં. જેણે દંડ ગ્રહણ ન કર્યો હોય એ દંડીને જાણી શકે નહીં. તેથી અનવસ્થા દોષ થાય. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, રૂપ અને સંસ્કાર પાંચ સ્કંધો છે. સાંખ્ય-યોગ આદિ છે જેમના એવા વૈશેષિક વગેરે સિદ્ધાન્તો સાંખ્યયોગાદિ કહેવાય. બાકીનું સુગમ છે. ૨૧
થન્ ? - કેવી રીતે - चितेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् ॥२२॥
વિષયોમાં સંચરણ ન કરતી ચિતિ, પોતાની બુદ્ધિને, એના આકારવાળી બનીને, જાણે છે. ૨૨.
માથે __ अपरिणामिनी हि भोक्तृशक्तिरप्रतिसंक्रमा च, परिणामिन्यर्थे प्रतिसंक्रान्तेव तवृत्तिमनुपतति, तस्याश्च प्राप्तचैतन्योपग्रहस्वरूपाया बुद्धिवृत्तेरनुकारमात्रतया बुद्धिवृत्त्यविशिष्टा हि ज्ञानवृत्तिराख्यायते । तथा चोक्तम्
न पातालं न च विवरं गिरीणां नैवान्थकारं कुक्षयो नोदधीनाम् । गुहा यस्यां निहितं ब्रह्म शाश्वतं
बुद्धिवृत्तिमविशिष्टां कवयो वेदयन्ते ॥ इति ॥२२॥ ભોક્નશક્તિ અપરિણામ અને વિષયોમાં સંચરણ ન કરનારી છે. એ પરિણામી પદાર્થ (બુદ્ધિ)માં જાણે કે પ્રતિબિંબત થઈને, એની વૃત્તિને અનુસરે છે. પ્રાપ્ત કર્યું છે ચૈતન્ય જેવું સ્વરૂપ જેણે, એવી બુદ્ધિવૃત્તિને અનુસરનાર ચૈતન્યને જ્ઞાનવૃત્તિ કહે છે. આ વિષે કહ્યું છે :
પાતાળ, પર્વતોની ગુફાઓ, અંધકાર, અને સમુદ્રનું પેટાળ એ ગુહા નથી, જેમાં શાશ્વત બ્રહ્મ વસે છે. ચિતિની છાયાથી યુક્ત હોવાથી ચિતિ જેવી જણાતી બુદ્ધિવૃત્તિરૂપ ગુફામાં બ્રહ્મ વસે છે, એવું કવિઓ જણાવે છે.” ૨૨