________________
૪૪૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૧૭
રહે. એવો અર્થ છે. વળી પાછી એ વસ્તુ અથવા વિવેક ચિત્તથી સંબંધિત થાય ત્યારે ક્યાંથી ઉત્પન્ન થાય છે ? નિશ્ચિત કારણોથી પેદા થતાં કાર્યો અન્વય (સહભાવ) અને વ્યતિરેક (સહ-અભાવ)ના નિયમનો પોતાના કારણોને ઓળંગીને, ભંગ કરીને, અન્ય કારણથી ઉત્પન્ન થતાં નથી. કારણ ન હોય તો કાર્ય ક્યારે પણ અસ્તિત્વમાં આવે નહીં. પદાર્થના પોતાના જ્ઞાનના કારણપણાને પદાર્થનું કારણ પણું માનવું યોગ્ય નથી. નહીં તો, આશાથી કલ્પેલા લાડુ અને શ્રમથી બનાવેલા લાડુનો ઉપયોગ સમાનપણે રસ, બળ અને વિપાકને ઉત્પન્ન કરે છે એવો પ્રસંગે ઉપસ્થિત થશે. તેથી ભાષ્યકારે બરોબર કહ્યું કે વસ્તુ ફરીથી ચિત્ત સાથે સંબંધિત થાય, ત્યારે ક્યાંથી ઉત્પન્ન થાય છે ?
વળી ઘડાનો સંમુખ દેખાતો ભાગ, એના ન દેખાતા મધ્ય અને પાછલા ભાગથી વ્યાપ્ત છે. એની હયાતિ જ્ઞાનને આધીન હોય તો અનુભવાતા સંમુખવાળા ભાગથી ભિન્ન મધ્ય અને પાછળના ભાગ નથી, તેથી વ્યાપકના અભાવમાં વ્યાપ્યનો અભાવ થતાં જ્ઞાનનો સહભાવી પદાર્થ ક્યાં છે ? આ વાત “યે ચાસ્યાનુપસ્થિતા ભાગા !” વગેરેથી કહે છે. અનુપસ્થિત એટલે અજ્ઞાત. “તમાસ્વતંત્રોથઃ” વગેરેથી ઉપસંહાર કરે છે. ૧૬
तदुपरागापेक्षित्वाच्चित्तस्य वस्तु ज्ञाताज्ञातम् ॥१७॥
એ વસ્તુથી રંગાવાની અપેક્ષાવાળું ચિત્ત વસ્તુને જાણે છે અથવા જાણતું નથી. ૧૭
भाष्य
अयस्कान्तमणिकल्पा विषया अयःसधर्मकं चित्तमभिसंबध्योपरञ्जयन्ति, येन च विषयेणोपरक्तं चित्तं स विषयो ज्ञातस्ततोऽन्यः पुनरज्ञातः । वस्तुनो ज्ञाताज्ञातस्वरूपत्वात्परिणामि चित्तम् ॥१७॥ ' લોહચુંબક જેવા વિષયો લોખંડ (ની સળીઓ) જેવા ચિત્તને પોતાની સાથે સંબંધિત કરીને, પોતાના રંગે રંગે છે. જે વિષયવડે ચિત્ત રંગાયું હોય એને એ જાણે છે, અને અન્ય વિષયોને જાણતું નથી. વસ્તુને જાણનાર અને ન જાણનાર સ્વરૂપવાળું ચિત્ત પરિણામી છે. ૧૭
तत्त्ववैशारदी स्यादेतत्-अर्थश्चेत्स्वतन्त्रः, स च जडस्वभाव इति न कदाचित्प्रकाशेत ।