________________
પા. ૪ સૂ. ૧૭] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [૪૪૩
प्रकाशने वा जडत्वमप्यस्यापगतिमिति भावोऽप्यपगच्छेत् । न जातु स्वभावमपहाय भावो वर्तितुमर्हति । न चेन्द्रियाद्याधेयो जडस्वभावस्यार्थस्य धर्मः प्रकाश इति साम्प्रतम् । अर्थधर्मत्वे नीलत्वादिवत्सर्वपुरुषसाधारण इत्येकः शास्त्रार्थज्ञः इति सर्व एव विद्वांसः प्रसज्येरन्न जाल्मः कश्चिदस्ति । न चातीतानागतयोर्धर्मः प्रत्युत्पन्नो युक्तः । तस्मात्स्वतन्त्रोऽर्थ उपलम्भविषय इति मनोरथमात्रमेतदित्यत आहतदुपरागापेक्षित्वाच्चित्तस्य वस्तु ज्ञाताज्ञातम् । जडस्वभावोऽप्यर्थ इन्द्रियप्रणालिकया चित्तमुपरञ्जयति । तदेवंभूतं चित्तदर्पणमुपसंक्रान्तप्रतिबिम्बा चितिशक्तिश्चित्तमर्थोपरक्तं चेतयमानार्थमनुभवति, न त्वर्थे किञ्चित्प्राकट्यदिकमाधत्ते । नाप्यसंबद्धा चित्तेन तत्प्रतिबिम्बसंक्रान्तेरुक्तत्वादिति । यद्यपि च सर्वगतत्वाच्चित्तस्य चेन्द्रियस्य चाहङ्कारिकस्य विषयेणास्ति संबन्धस्तथापि यत्र शरीरे वृत्तिमच्चित्तं तेन सह न संबन्धो विषयाणामित्ययस्कान्तमणिकल्पा इत्युक्तम् । अयः सधर्मकं चित्तमिति । इन्द्रियप्रणालिकयाभिसंबन्ध्योपरञ्जयन्ति । अत एव चित्तं परिणामीत्याह- वस्तुन इति
||||
ભલે, પણ પદાર્થ સ્વતંત્ર હોય, તો એ સ્વભાવે જડ હોવાના કારણે, ક્યારે પણ પ્રકાશિત થાય નહીં. જો થાય તો એનું જડપણું જાય, અને એનું અસ્તિત્વ પણ જાય, કારણ કે સ્વભાવવિના વસ્તુનો ભાવ હોઈ શકે નહીં. જડ સ્વભાવના પદાર્થમાં ઇન્દ્રિયો વગેરે વડે પ્રકાશધર્મનું આધાન (સ્થાપન) થાય છે, એમ માનવું યોગ્ય નથી. પ્રકાશ જો પદાર્થનો ધર્મ હોય, તો નીલપણા વગેરેની જેમ, બધા પુરુષો માટે સમાન હોય, અને એક પુરુષ શાસ્ત્રના અર્થને જાણે એટલે બધા પુરુષો એવા જાણકાર વિદ્વાન છે, એવો પ્રસંગ થશે. તો કોઈ અજ્ઞાની રહેશે નહીં. વળી અતીત અને અનાગતનો ધર્મ વર્તમાનમાં પ્રગટ થાય એ પણ યોગ્ય નથી. તેથી પદાર્થ સ્વતંત્ર છે, અને ઉપલબ્ધિનો વિષય છે, એમ માનવું મનોરથમાત્ર છે. આ શંકાના નિવારણ માટે સૂત્રકાર “તદુપરાગાપેક્ષિત્વાચિત્તસ્ય' વગેરે સૂત્રથી કહે છે કે ચિત્ત વસ્તુના રંગે રંગાવાની અપેક્ષાએ એને જાણે છે, કે જાણતું નથી. જડ સ્વભાવનો પદાર્થ ઇન્દ્રિયની પ્રણાલીથી ચિત્તને રંગે છે. આવા ચિત્તદર્પણમાં પ્રતિબિંબિત થયેલી ચિતિશક્તિ, પદાર્થના રંગે રંગાયેલા ચિત્તને પદાર્થ વિષે સભાન બનેલું હોય, એમ અનુભવે છે, પદાર્થમાં પ્રાગટ્ય (પ્રકાશ) જેવું કાંઈ ઉમેરતી નથી. ચિતિશક્તિ ચિત્તથી અસંબદ્ધ નથી. કારણકે અગાઉ જણાવ્યું એમ ચિત્તમાં એનું પ્રતિબિંબ પડે છે. ચિત્ત સર્વવ્યાપક હોવાથી અને ઇન્દ્રિયો અહંકારનું પરિણામ હોવાથી, પદાર્થો સાથે સંબંધમાં આવી ન શકે, છતાં શરીરમાં પ્રવર્તમાન ચિત્ત મર્યાદિત બનેલું હોવાથી, પદાર્થના સંબંધમાં આવે છે, તેથી વિષયોને લોહચુંબક