________________
પા. ૪ સૂ. ૧૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૪૧
भवेनूनमेवंविधमेवं चेदिदमंशस्योपरि कोऽयमनुरोधो येन सोऽपि नापस्येतेत्यर्थः ।
मा वा भूदिदमंशस्यापह्नवो ज्ञानसहभूरेवास्त्वर्थः । तत्राप्याह-न चैकचित्ततन्त्रं वस्तु तदप्रमाणकं तदा किं स्यात् । यद्धि घटग्राहि चित्तं तद्यदा पटद्रव्यव्यग्रतया न घटे वर्तते, यद्वा विवेकविषयमासीत्तदैव च निरोधं समापद्यते तदा घटज्ञानस्य वा विवेकज्ञानस्य वाऽभावाद्विवेको वा घटो वा ज्ञानभेदमात्रजीवनस्तन्नाशान्नष्ट एव स्यादित्याह-एकचित्तेति ।
किं तत्स्यान्न स्यादित्यर्थः । सम्बध्यमानं च चित्तेन तद्वस्तु विवेको वा घटो वा कुत उत्पद्येत । नियतकारणान्वयव्यतिरेकानुविधायिभावानि हि कार्याणि न स्वकारणमतिवर्त्य कारणान्तराद्भवितुमीशते । मा भूदकारणत्वे तेषां कादाचित्कत्वव्याघातः । न च तज्ज्ञानकारणत्वमेव तत्कारणत्वमिति युक्तम् । आशामोदकस्योपार्जितमोदकस्य चोपयुज्यमानस्य रसवीर्यविपाकादिसाम्यप्रसङ्गात् । तस्मात्साधूक्तं संबध्यमानं च पुनश्चित्तेनेति । अपि च यो योऽर्वाग्भागः स सर्वो मध्यपरभागव्याप्तः । ज्ञानाधीने सद्भावे त्वस्यानुभूयमानत्वान्मध्यपरभागौ न स्त इति व्यापकाभावादग्भागोऽपि न स्यादित्यर्थाभावात्कुतो ज्ञानसहभूरर्थ इत्याह- ये चास्येति । अनुपस्थिता अज्ञाताः । उपसंहरति- तस्मादिति । सुगमं शेषम् ॥१६॥
આ વિષે કેટલાક પ્રતિપક્ષીઓ કહે છે કે પદાર્થ જ્ઞાન સાથે જ ઉત્પન્ન થાય છે, કારણ કે એ સુખ વગેરેની જેમ ભોગ્ય છે. એમનો કહેવાનો આશય એ છે કે ભલે પદાર્થ જ્ઞાનથી ભિન્ન હોય, છતાં એ જડ હોવાથી જ્ઞાન વિના જાણી શકાય નહીં. જ્ઞાનવડે એ પ્રકાશિત થાય છે. તેથી જ્ઞાનસમયે જ એ છે, બીજા સમયે નહીં, કારણ કે એ સમય દરમ્યાન એના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ નથી. “તે એતયા દ્વારા...” વગેરેથી ભાગ્યકાર સૂત્રકારે ન કહેલી વાતથી આ પક્ષનો દોષ દર્શાવે છે. વસ્તુ બધાં ચિત્તોમાટે સમાન, અને અનેક ક્ષણોની પરંપરાના પ્રવાહમાં વહેતી, લૌકિક પરીક્ષકોવડે જોવામાં આવે છે. વસ્તુ જ્ઞાન સમયે જ ઉત્પન્ન થાય છે, એવું નિશ્ચિતપણે માનીએ, તો એનો જે ઈદ-આ-અંશ છે, એમાં એવો ક્યો અનુરોધ - પ્રભાવ-છે, જેથી એ લુપ્ત થતો નથી ?
ભલે ઈદ અંશ પ્રગટ રહે અને પદાર્થ જ્ઞાન સાથે જ ઉત્પન્ન થાય છે એમ માની લઈએ, તો પણ “ન ચેકચિત્તતંત્ર વસ્તુ...” વગેરે સૂત્રથી કહે છે કે ઘડાને ગ્રહણ કરતું ચિત્ત વરૂપ દ્રવ્યમાં વ્યગ્ર થતાં ઘડાનું ગ્રહણ ન કરે અથવા વિવેક વિષયવાળું બને અને નિરુદ્ધ થઈ જાય, ત્યારે ઘટજ્ઞાન અને વિવેકજ્ઞાનના અભાવમાં ઘડો કે વિવેક જ્ઞાનમાત્ર રૂપ હોવાથી એના નાશથી નષ્ટ જ થાય. આ વાત “એક ચિત્તતંત્ર ચેતુ” વગેરે ભાષ્યથી કહે છે. “કિ તત્સાત?” એટલે ન સ્યાત-ન