________________
૪૪૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૧૬
આ વિચારથી અનેક ચિત્તોમાટે એક સાધારણ વસ્તુ છે એનો બાધ કરે છે, અને પહેલાંની અને પછીની ક્ષણોમાં રહેતી વસ્તુના સ્વરૂપને છુપાવે છે - न चैकचित्ततन्त्रं वस्तु तदप्रमाणकं तदा किं स्यात् ॥१६॥
બાહ્ય વસ્તુ એકચિત્તતંત્ર નથી. કારણ કે જ્યારે એ જ્ઞાનરૂપ પ્રમાણનો વિષય ન હોય, ત્યારે એનું શું થાય ? ૧૬.
भाष्य
एकचित्ततन्त्रं चेद्वस्तु स्यात्तदा चित्ते व्यग्रे निरुद्धे वा स्वरूपमेव तेनापरामृष्टमन्यस्याविषयीभूतमप्रमाणकमगृहीतमस्वभावकं केनचित्तदानीं किं तत्स्यात् ? संबध्यमानं च पुनश्चित्तेन कुत उत्पद्येत ? ये चास्यानुपस्थिताभागास्ते चास्य न स्युरेवं नास्ति पृष्ठमित्युदरमपि न गृह्येत । तस्मात्स्वतन्त्रोऽर्थः सर्वपुरुषसाधारणः, स्वतन्त्राणि च चित्तानि प्रतिपुरुषं प्रवर्तन्ते । तयोः संबन्धादुपलब्धिः पुरुषस्य भोग इति ॥१६॥
વસ્તુની સત્તા જો એક ચિત્તને આધીન હોય, તો એ ચિત્ત વ્યગ્ર કે નિરુદ્ધ હોય ત્યારે વસ્તુ સ્વરૂપ એનાવડે જોવાતું-વિચારાતું નથી, અને બીજા ચિત્તનો વિષય ન હોય, ત્યારે પ્રમાણના અભાવમાં એનો સ્વભાવ (પોતાનું અસ્તિત્વ) અગ્રહીત બને, ત્યારે એ વસ્તુનું શું થાય છે ? અને ફરીથી એ વસ્તુ ચિત્તથી સંબંધિત થાય, ત્યારે ક્યાંથી ઉત્પન્ન થાય છે ? વસ્તુના દૃષ્ટિસમક્ષ ઉપસ્થિત ન થતા ભાગો પણ ચિત્તમાટે અસ્તિત્વ ધરાવતા ન હોવાથી, એની સાથે જોડાયેલા દેખાતા ભાગો પણ નથી, એટલે પીઠ નથી માટે પેટ પણ નથી એવો ઘાટ થશે. તેથી બધા પુરુષો માટે સાધારણ સ્વતંત્ર પદાર્થ છે, અને પ્રત્યેક પુરુષમાં સ્વતંત્ર ચિત્ત પ્રવર્તે છે. એ બેના સંબંધથી વસ્તુની ઉપલબ્ધિ પુરુષનો ભોગ છે. ૧૬
तत्त्ववैशारदी
अत्र केचिदाहुः प्रावादुका ज्ञानसहभूरेवार्थो भोग्यत्वात्सुखादिवदिति । एतदुक्तं भवति-भवत्यर्थो ज्ञानाद्व्यतिरिक्तस्तथाप्यसौ जडत्वान्न ज्ञानमन्तरेण शक्यः प्रतिपत्तुम् । ज्ञानेन तु भासनीयः । तथा च ज्ञानसमय एवास्ति नान्यदा प्रमाणाभावादिति । तदेतदुत्सूत्रं तावद् दूषयति भाष्यकार :- त एतया द्वारेति । वस्तु खलु सर्वचित्तसाधारणमनेकक्षणपरम्परोह्यमानं परिणामात्मकमनुभूयते लौकिकपरीक्षकैः । तच्चेद्विज्ञानेन सह