________________
પા. ૪ સૂ. ૧૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી [ ૪૩૯ न सर्वे सर्वत्र पुरुषे सन्ति, किं तु कश्चित्क्वचिदित्युपपन्ना व्यवस्थेति ||१५||
ભાષ્યકાર સૂત્રકારથી સ્વતંત્રપણે વિજ્ઞાન અને વસ્તુના ભેદની સ્થાપના કરનાર યુક્તિ દર્શાવીને, હવે સૂત્રકારે કહેલી યુક્તિ “કુતશ્વ” વગેરેથી રજૂ કરે છે. જેની વિવિધતામાં જે વસ્તુનું એકત્વ હોય, એ એનાથી તદ્દન ભિન્ન હોય છે. જેમ ચૈત્રનું એક જ્ઞાન દેવદત્ત, વિષ્ણુમિત્ર અને મૈત્રના વિભિન્ન જ્ઞાનોથી જુદું છે. જ્ઞાનોના અનેકપણામાં પણ વસ્તુ એક હોઈ શકે છે. તેથી એ વસ્તુ જ્ઞાનોથી જુદી છે. પ્રમાતાઓના જ્ઞાનોમાં ભેદ હોવા છતાં વસ્તુની એકતાનો નિર્ણય પરસ્પર વિચારવિમર્શથી થઈ શકે છે. એક જ દેખાતી સ્ત્રી વિષે રાગ, દ્વેષ, મોહ અને તટસ્થતા અનુભવતા વિભિન્ન મનુષ્યો વિચારવિનિમય કરીને એવો નિર્ણય કરી શકે છે કે જેને મેં જોઈ હતી એ જ સ્ત્રી તમે પણ જોઈ હતી. તેથી વસ્તુ સમાન હોય, છતાં ચિત્તભેદથી જ્ઞાનમાં ભેદ થાય છે. તેથી જ્ઞાન અને વસ્તુ એ બેના માર્ગો જુદા છે, જેનાથી એમના સ્વરૂપનો ભેદ જાણી શકાય છે.
કાન્તામાં કાન્તને સુખનું જ્ઞાન, સપત્નીઓને દુઃખનું જ્ઞાન, અને ચૈત્રને એ મળી નહીં તેથી મોહ કે વિષાદનું જ્ઞાન થાય છે. “ન ચાન્યચિત્તપરિકલ્પિત...' વગેરેથી કહે છે કે એકના ચિત્તે કલ્પેલી કામિનીરૂપ વસ્તુથી બીજાઓનું પણ ચિત્ત રંગાય એવું સાધારણપણે બનતું નથી. જો એમ થાય તો એકને નીલજ્ઞાન થતાં બધાને નીલજ્ઞાન થાય.
""
બાહ્ય પદાર્થના અસ્તિત્વને માનનારના મતમાં એક જ વસ્તુ સુખ વગે૨ે જુદાં જુદાં જ્ઞાનોનું કારણ કેવી રીતે બને છે ? એક અવિલક્ષણ કારણથી કાર્યભેદ યોગ્ય નથી. એના જવાબમાં “સાંખ્યપક્ષે...” વગેરેથી કહે છે કે ત્રણ ગુણોના પરિણામ રૂપ એક બાહ્ય વસ્તુ ત્રણ રૂપોવાળી જણાય, એ યોગ્ય છે. આ રીતે બધાને જ સુખ, દુઃખ અને મોહાત્મક જ્ઞાન થશે, તેથી “ધર્માદિનિમિત્તાપેક્ષમ્ ” વગેરેથી કહે છે કે રજોગુણ અને સત્ત્વગુણ ધર્મની અપેક્ષાએ સુખ ઉત્પન્ન કરે છે. અને રજોગુણવિનાનું કેવળ શુદ્ધ સત્ત્વ વિઘાની અપેક્ષાએ મધ્યસ્થતાનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. ધર્મ વગેરે નિમિત્તો બધા પુરુષોમાં સમાન હોતાં નથી. પરંતુ ક્યાંક કોઈ એક પુરુષમાં હોય છે, માટે આવી વ્યવસ્થા યોગ્ય છે. ૧૫
केचिदाहुः ज्ञानसहभूरेवार्थो भोग्यत्वात्सुखादिवदिति । त एतया द्वारा સાધારળત્યું વાધમાના: પૂર્વોત્તરક્ષળેવુ વસ્તુરૂપમેવાપહનુતે- કેટલાક લોકો કહે છે કે વસ્તુ જ્ઞાનસાથે ઉત્પન્ન થાય છે, કારણ કે એ સુખ વગેરેની જેમ ભોગ્ય છે, તેઓ