________________
४३८]
પતંજલિનાં યોગસૂત્રો
[५. ४ सू. १५
કે અનેક ચિત્તોવડે કલ્પિત નથી, પણ સ્વપ્રતિષ્ઠ છે. વસ્તુ સમાન હોય, છતાં ચિત્તોના ભેદને લીધે એક ચિત્તને ધર્મની અપેક્ષાએ સુખનું જ્ઞાન થાય છે, બીજા ચિત્તને અધર્મની અપેક્ષાએ એ જ વસ્તુમાં દુઃખનું જ્ઞાન થાય છે, અને અવિદ્યાની અપેક્ષાએ એ જ વસ્તુમાં અન્ય ચિત્તને મૂઢતાનું જ્ઞાન થાય છે, તેમજ સમ્યક્ દર્શનની અપેક્ષાએ એ જ પદાર્થમાં વિવેકવાળા ચિત્તને તટસ્થતાનું જ્ઞાન થાય છે. એ વસ્તુ કોના ચિત્તે લ્પી છે? વળી એક ચિત્તે કલ્પેલી વસ્તુથી બીજા ચિત્તનો ઉપરાગ યોગ્ય નથી. તેથી ભિન્ન એવી ગ્રાહ્ય વસ્તુ અને એના ગ્રહણરૂપ જ્ઞાનના માર્ગો જુદા છે. આ બેમાં સંકર (મિશ્રણ)ની ગંધ પણ નથી. સાંખ્યદર્શનના સિદ્ધાન્ત પ્રમાણે વસ્તુ ત્રિગુણાત્મક છે, અને ગુણવૃત્ત સતત ગતિશીલ છે, તેથી ધર્મ વગેરે નિમિત્તોની અપેક્ષાએ વસ્તુ ચિત્ત સાથે સંબંધિત થાય છે, અને નિમિત્તોને અનુરૂપ ઉત્પન્ન થતા જ્ઞાનનો તે તે રૂપે હેતુ બને છે. ૧૫
तत्त्ववैशारदी तदेवमुत्सूत्रं भाष्यकृद्विज्ञानातिरिक्तस्थापने युक्तिमुक्त्वा सौत्री युक्तिमवतारयतिकुतश्चैतदिति । वस्तुसाम्ये चित्तभेदात्तयोविभक्तः पन्थाः । यन्नानात्वे यस्यैकत्वं तत्ततोऽत्यन्तं भिद्यते । यथा चैत्रस्य ज्ञानमेकं भिन्नेभ्यो देवदत्तविष्णुमित्रमैत्रप्रत्ययेभ्यो भिद्यते । ज्ञाननानात्वेऽपि चार्थो न भिद्यत इति भवति विज्ञानेभ्योऽन्यः । अभेदश्चार्थस्य ज्ञानभेदेऽपि प्रमातॄणां परस्परप्रतिसंधानादवसीयते । अस्ति हि रक्तद्विष्टविमूढमध्यस्थानामेकस्यां योषिति प्रतीयमानायां प्रतिसंधानं या त्वया दृश्यते सैव मयापीति । तस्माद्वस्तुसाम्ये चित्तभेदाज्ज्ञानभेदात्तयोरर्थज्ञानयोविभक्तः पन्थाः स्वरूपभेदोपायः । सुखज्ञानं कान्तायां कान्तस्य, सपत्नीनां दुःखज्ञानम् । चैत्रस्य तु तामविन्दतो मूढज्ञानं विषादः । स्यादेतत्-य एकस्य चित्तेन परिकल्पितः कामिनीलक्षणोऽर्थस्तेनैवान्येषामपि चित्तमुपरज्यत इति साधारणमुपपद्यत आह- न चान्येति । तथा सत्येकस्मिन्नीलज्ञानवति सर्व एव नीलज्ञानवन्तः स्युरिति ।
___ नन्वर्थवादिनामप्येकोऽर्थः कथं सुखादिभेदभिन्नविज्ञानहेतुः । न ह्यविलक्षणात्कारणात्कार्यभेदो युक्त इत्यत आह-सांख्यपक्ष इति । एकस्यैव बाह्यस्य वस्तुनस्वैगुण्यपरिणामस्य त्रैरूप्यमुपपन्नम् । एवमपि सर्वेषामविशेषेण सुखदुःखमोहात्मकं विज्ञानं स्यादित्यत आह-धर्मादिनिमित्तापेक्षमिति । रजःसहितं सत्त्वं धर्मापेक्षं सुखज्ञानं जनयति । सत्त्वमेव तु विगलितरजस्कं विद्यापेक्षं माध्यस्थ्यज्ञानमिति । ते च धर्मादयो