________________
પા. ૪ સૂ. ૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૩૭
અસ્તિત્વ ધરાવતાં વિજ્ઞાન અને સ્થૂલ પદાર્થના સહોપલંભનો નિયમ સત્ અને અસના સહોપલંભની જેમ સ્વભાવથી કે કોઈ પ્રતિબંધના કારણે છે, એ રીતે સમજાવી શકાય માટે વિજ્ઞાનવાદીએ રજૂ કરેલા બે હેતુઓ અનેકાન્ત (અનિર્ણાત) હોવાથી સાચા નથી, પણ હેતુનો આભાસપાત્ર છે, જે બાહ્યવસ્તુનું અસ્તિત્વ નથી, એવા કાલ્પનિક ખ્યાલને ઉત્પન્ન કરે છે. ફક્ત વિકલ્પના બળે પ્રત્યક્ષનું માહાત્મા નકારી શકાય નહીં. તેથી ભાગ્યકારે બરોબર કહ્યું છે કે તેઓ અપ્રામાણિક વિકલ્પના બળે કેવી રીતે બાહ્ય જગતના અસ્તિત્વને નકારી શકે ?
આનાથી સ્વપ્નજ્ઞાનના દાત્તથી, વસ્તુના આલંબનવગર પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ વિધાન ખોટું ઠરે છે. શેય વસ્તુ કલ્પનાથી સર્જી શકાય છે, એ વિચારનું આશ્રયના અસ્તિત્વની સ્થાપના દ્વારા ખંડન કર્યું છે. આ વિષયનો વિસ્તાર “ન્યાયકણિકા”માં જોવો. અહીં એ ચર્યો નથી. ૧૪
- પુતચૈતચાધ્યમ્ ? - વળી શાથી આ વાત ન્યાયસંગત નથી ? -
वस्तुसाम्ये चित्तभेदात्तयोविभक्तः पन्थाः ॥१५॥
વસ્તુ સમાન હોય છતાં એ વિષે ચિત્તોનો ભેદ હોવાથી, એ બેનો (વસ્તુ અને ચિત્તનો) માર્ગ ભિન્ન છે. ૧૫.
भाष्य
बहु चित्तालम्बनीभूतमेकं वस्तु साधारणम् । तत्खलु नैकचित्तपरिकल्पितं नाप्यनेकचित्तपरिकल्पितम् किं तु स्वप्रतिष्ठम् । कथम् ? वस्तुसाम्ये चित्तभेदात् । धर्मापेक्षं चित्तस्य वस्तुसाम्येऽपि सुखज्ञानं भवत्यधर्मापेक्षं तत एव दुःखज्ञानमविद्यापेक्षं तत एव मूढज्ञानं सम्यग्दर्शनापेक्षं तत एव माध्यस्थ्यज्ञानमिति । कस्य तच्चित्तेन परिकल्पितम् ? न चान्यचित्तपरिकल्पितेनार्थेनान्यस्य चित्तोपरागो युक्तः । तस्माद्वस्तुज्ञानयोाह्यग्रहणभेदभिन्नयोविभक्तः पन्थाः । नानयोः संकरगन्थोऽप्यस्तीति ।
सांख्यपक्षे पुनर्वस्तु त्रिगुणं चलं च गुणवृत्तमिति धर्मादिनिमित्तापेक्षं चित्तैरभिसंबध्यते । निमित्तानुरूपस्य च प्रत्ययस्योत्पद्यमानस्य तेन तेनात्मना હેતુર્મતિ શકો
ઘણા ચિત્તોનું આલંબન બનેલી એક સાધારણ વસ્તુ એક ચિત્તવડે