________________
૪૩૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૧૪
વગેરેથી એમના મતનું નિરાકરણ કરે છે. તેઓ કેવી રીતે શ્રદ્ધેય વાત કહેનારા માની શકાય, એમ વાક્યનો સંબંધ છે. પ્રત્યુપસ્થિત એટલે પ્રત્યેક જ્ઞાન સમયે ઉપસ્થિત કેવી રીતે? જેમ જેમ ઈદ રૂપે-આ છે એવા રૂપે-ઉપસ્થિત થાય છે, તેમ તેમ ભાસિત થાય છે. માત્ર કલ્પનાથી માની લીધેલું કે વિજ્ઞાનવિષયમાત્રરૂપ નથી. “સ્વમાહાત્મ” શબ્દથી પદાર્થને વિજ્ઞાનના કારણ તરીકે દર્શાવે છે.પદાર્થ પોતાની ગ્રાહ્યશક્તિથી જ્ઞાન ઉત્પન્ન કરે છે, તેથી જ્ઞાન પદાર્થનું ગ્રાહક છે. આવો પદાર્થ કાલ્પનિક જ્ઞાનના બળે કેવી રીતે નકારી શકાય ? વિકલ્પ અપ્રમાણિક છે, તેથી તેનું બળ પણ અપ્રમાણિક છે. આવા વિકલ્પથી વસ્તુના સ્વરૂપનો ત્યાગ કરીને, એનો અપલાપ કરનારા, એને નકારનારા, કેવી રીતે શ્રદ્ધેય વચનવાળા કહેવાય? “ઉપગૃહ્ય” એવો પાઠ કેટલાક ગ્રંથોમાં મળે છે, એનો પણ એ જ અર્થ છે. રહસ્ય એ છે કે સતોપલંભ અને વેધત્વ એ બે હેતુઓ સંદેહસાથે સંબંધિત હોવાથી અનૈકાન્તિક છે (નિશ્ચયાત્મક નથી). ભૂત, ભૌતિક વગેરેના જ્ઞાનના આકારમાં બહાર હોવાપણું અને ધૂલતા જણાય છે. એ જ્ઞાનમાં સંભવિત નથી. જુદાં સ્થાનોમાં રહેવું, સ્થૂલતા, સ્થાનનો વિચ્છેદ બહાર હોવાનાં લક્ષણો છે. એકરૂપ જ્ઞાનમાં આવું ભિન્ન સ્થાનોમાં રહેવાપણું અને સ્થાનનો વિચ્છેદ હોઈ શકે નહીં. આ દેશમાં હોવું અને આ દેશમાં ન હોવું – એવા લક્ષણવાળા વિરુદ્ધ ધર્મો એક જગાએ રહી શકે નહીં. જો રહે તો રૈલોક્યનું એકપણું થાય .
તેથી તેઓ વિજ્ઞાનમાં ભેદ સ્વીકારવા તૈયાર થાય, તો અત્યંત સૂક્ષ્મ જ્ઞાનો, જે પરસ્પરની વાત જાણતાં નથી અને પોતાને જણાતા ભાવમાત્ર પ્રત્યે જાગરૂક છે, એમાં સ્થૂલતાનો ભાસ ક્યાંથી થશે ? પદાર્થ ફક્ત વિકલ્પગોચર છે એમ કહી ન શકાય, કારણ કે એમ હોય તો સંસર્ગનો અભાવ થાય, પણ પદાર્થો તો સ્પષ્ટ ભાસે છે, (અને સંસર્ગ પણ થાય છે). સ્થૂલ વસ્તુ આલોચિત બનતી નથી, કારણ કે એની ઉપાધિવાળો વિચાર (વસ્તુઆકારનો વિચાર) એની પાછળ વસ્તુ જો કાલ્પનિક રૂપમાં ઉપસ્થિત હોય, તો સ્પષ્ટપણે જણાય નહીં. વળી વિકલ્પ જેવી છે એવી અને એના સ્થાનમાં રહેલી વસ્તુને વિષય બનાવતો નથી, જે રીતે વિકલ્પ દોષ વિનાનું જ્ઞાન એને વિષય બનાવે છે. કલ્પના સ્વયં સ્થૂલ નથી. માટે એ સ્કૂલના ક્ષેત્રમાં પોતાનું કાર્ય કરે એ અયોગ છે. બહાર જોવાતા વિચારમાં સ્થૂલતા અને બાહ્યતા ન હોવાથી, વસ્તુ વિચારમાત્ર છે એ વાત અલીક (અસત્ય) છે એમ સમજવું જોઈએ. અલીક વિજ્ઞાનથી અભિન્ન નથી. નહીં તો અલીકની જેમ વિજ્ઞાન પણ તુચ્છ છે, એમ માનવાનો પ્રસંગ આવશે. વેદ્યત્વ અભેદવ્યાપ્ય નથી (એની પોતાની કોઈ ઓળખ નથી) તો પછી એ ભેદનું વિરોધી કેવી રીતે હોય? (વસ્તુ અને એના જ્ઞાનમાં ભેદ નથી એવું વેદ્યત્વ જણાવી ન શકે). સ્વતંત્રપણે