________________
પા. ૪ ૧૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૨૯
“નાસ્તિ અસતઃ સંભવઃ...” વગેરેથી આગળના સૂત્રને પ્રસ્તુત કરવા માટે શંકા ઉઠાવે છે. “અસત્ ઉત્પન્ન થાય નહીં" એ વિધાન અગાઉના સૂત્રના ક્રમમાં આવેલું અથવા દાખલારૂપ ગણવું જોઈએ. “અતીતાનાગતમ્” વગેરે સૂત્રથી કહે છે કે અસત્ની ઉત્પત્તિ અને સત્નો વિનાશ થતો નથી. પરંતુ અસ્તિત્વ ધરાવતા ધર્મો અધ્વભેદથી પરિણમીને ઉત્પન્ન અને નષ્ટ થાય છે, એવો સૂત્રનો અર્થ છે. અનુભૂત એટલે ભૂતકાળમાં વ્યક્તપણું અનુભવ્યું હતું એવા ધર્મો. એટલે કે વર્તમાનમાં જેમની અભિવ્યક્તિ નથી એવા. “યદિ ચૈતસ્વરૂપતોના ભવિષ્યત્...” વગેરેથી કહે છે કે ધર્મો ત્રણે કાળમાં હોય છે. અસનું નિરૂપણ અશક્ય હોવાથી જ્ઞાનનો વિષય બને નહીં. જ્ઞાન વિષયને પ્રકાશિત કરે છે, વિષય ન હોય તો એ હોતું નથી. વિષય ન હોત તો યોગીઓને ત્રણે કાળનું જ્ઞાન અને આપણા જેવાઓને સાધારણ જ્ઞાન થાત નહીં. પણ એ ઉત્પન્ન થાય છે, તેથી અતીત અને અનાગત સામાન્ય રૂપથી અનુગત છે. આમ અનુભવનારનું જ્ઞાન વિષયના અસ્તિત્વનો હેતુ કહ્યો. “કિં ચ ભોગભાગીયસ્ય'... વગેરેથી કહે છે કે ઉદ્દેશ્યરૂપ અનાગતનું પણ વિષયતરીકે અસ્તિત્વ છે જ. કુશળ એટલે નિપુણ. અનુષ્ઠાનની સિદ્ધિમાં જે નિમિત્તો છે, એ નૈમિત્તિક (નિમિત્તસાધ્યફળ) હોય, તો જ એમાં વિશેષતા ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે ખેડૂત અને વૈદાધ્યયન કરનાર વિદ્યાર્થી, ખેડૂત વગેરે અસત્ન ઉત્પન્ન કરતા નથી, પણ સસ્તુને જ પ્રાપ્ત કરીને એમાં વિકાર (પરિણામ) ઉત્પન્ન કરે છે. “સતÆ...” વગેરેથી કહે છે કે કુંભાર વગેરે અસ્તિત્વ ધરાવતા ઘડાના વર્તમાન ભાવના હેતુ છે.
જો અતીત અને અનાગત વર્તમાનમાં નથી માટે છે જ નહીં એમ કહીએ તો અતીત અને અનાગતના અભાવથી વર્તમાનનો પણ અભાવ છે, એમ કહેવું પડશે. “ધર્મી ચ” વગેરેથી કહે છે કે અલ્વોની વિશેષતાઓ વિનાનો ધર્મ ત્રણે કાળમાં સમાન રૂપે હયાત હોય છે. પ્રત્યવસ્થિતિ એટલે પ્રત્યેકની અવસ્થિતિ. “દ્રવ્યતઃ”માં દ્રવ્ય ધર્મવાચક છે. બધી વિભક્તિઓ સૂચવવા “તસિ” વપરાય છે. જો અતીત અને અનાગત ફક્ત ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં હોય તો વર્તમાનમાં એમની સત્તા (અસ્તિત્વ)નો અભાવ થશે. માટે “એકસ્ય ચાલ્વનઃ સમયે...' વગેરેથી કહે છે કે એક અર્ધીના સમયગાળામાં બીજા બે અધ્વો ધર્મીમાં અનુગત હોય છે જ. “નાભૂત્વા ભાવઃ ત્રયાણામનામ્''થી ઉપસંહાર કરતાં કહે છે કે અભાવમાંથી ભાવ ઉત્પન્ન થતો નથી. ૧૨