________________
પા. ૪ સૂ. ૧૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૨૩
અને સંસ્કાર સ્થિતિસ્થાપકતારૂપ સંકોચનું કારણ છે. આ રીતે બાળકના સ્મિત વગેરે માટે પણ પૂર્વજન્મના હર્ષ વગેરે હેતુઓ જાણવા જોઈએ. આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ.
“તસ્માતુ” વગેરેથી વિષયનો ઉપસંહાર કરે છે. નિમિત્ત એટલે ફળ આપવા માટે તૈયાર થયેલું-પાકી ગયેલું - કર્મ અને પ્રતિબંભ એટલે અભિવ્યક્તિ.
પ્રસંગવશાત ચિત્તના પરિમાણ (માપ) વિષે વિરોધી વિચારોનું નિરાકરણ કરવા માટે “ઘટપ્રાસાદપ્રદીપકલ્પમ્...” વગેરેથી વિરુદ્ધ મત પ્રસ્તુત કરે છે. દેહના પ્રદેશની મર્યાદામાં કાર્ય કરતું જણાવાથી, શરીરની બહાર ચિત્તના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ નથી. અને એ અણુ જેવડું પણ નથી. કારણ કે જો એમ હોય તો મોટી જલેબી ખાતાં એકી સાથે પાંચ પ્રકારનાં જ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહીં. વળી ન અનુભવાતા ક્રમની કલ્પનામાં કોઈ પ્રમાણ નથી. અણુ જેવડું એક મન જુદાં જુદાં સ્થાનોમાં રહેલી ઇન્દ્રિયો સાથે સંબંધમાં આવી શકે નહીં. તેથી બાકી રહેલા વિકલ્પ મુજબ ચિત્ત ઘડા કે મહેલમાં રહેલા પ્રદીપ જેવું શરીરના પરિમાણનું માનવું જોઈએ. આ રીતે હાથી અને માખીના શરીરમાં ચિત્તનો સંકોચ-વિકાસ યુક્તિસંગત બનશે માટે શરીરના પરિમાણ જેવડા આકાર કે માપનું ચિત્ત છે, એમ કેટલાક માને છે.
જો એમ હોય તો એનો ક્ષેત્ર અને બીજા સાથે સંયોગ કેવી રીતે થાય છે? મૃત શરીરમાંથી નીકળીને, આશ્રયવિના માતાપિતાના દેહમાં રહેલા લોહી-રેસને પ્રાપ્ત કરી શકે નહીં. કારણ કે એ પરતંત્ર છે. સ્તંભ વગેરે ગતિશીલ ન હોય તો એમની છાયા ગતિશીલ હોઈ શકે નહીં, અને વસ્ત્ર ગતિશીલ ન હોય તો એના આશ્રયે રહેલું ચિત્ર ચાલતું નથી. વળી સંસાર પણ સિદ્ધ ન થાય, તેથી કહે છે, “તથા ચાન્તરાભાવઃ સંસારશ્ર યુક્ત” એટલે કે શરીરના માપનું ચિત્ત હોય તો પૂર્વદહનો ત્યાગ અને અન્ય દેહની પ્રાપ્તિ પણ આતિવાહિક શરીરના સંયોગથી સિદ્ધ થશે. એના આશ્રયે એ બીજા દેહમાં જશે. પુરાણમાં કહ્યું છે :
અંગૂઠા જેવડા પુરુષને યમે બળપૂર્વક ખેઓ.” (મહાભારત, વનપર્વ, ૩. ૨૯૭.૧૭) આ વચગાળાની (ચિત્તની) સ્થિતિ છે. માટે સંસાર પણ સિદ્ધ થશે.
આ મત અસ્વીકાર્ય લાગવાથી પોતાનો મત “વૃત્તિદેવાય વિભુનશ્ચિત્તસ્ય સંકોચવિકાસિનીત્યાચાર્ય'થી કહે છે કે સ્વયંભૂ - હિરણ્યગર્ભ - આ શાસ્ત્રના આદિ આચાર્ય ચિત્ત સર્વવ્યાપક છે અને એની વૃત્તિ જ સંકોચવિકાસશીલ છે, એમ માને છે. રહસ્ય એ છે કે જો ચિત્ત આશ્રયવિના બીજા દેહમાં જતું નથી, તો એ (સ્થૂલ દેહ ત્યાગીને) આતિવાહિક દેહમાં કેવી રીતે જાય છે ? એ સમયગાળામાં પણ અન્ય દેહની લ્પના કરવામાં આવે તો અનવસ્થા થાય (અંતહીન કલ્પનાનો દોષ