________________
૪૨૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૧૦
થાય). સ્થૂલ શરીરમાંથી આતિવાહિક શરીરનું ખેંચાવું સંભવતું નથી. કારણ કે એની સાથે ચિત્તનો સંબંધ છે. તો પછી સર્ગથી પ્રલય સુધી નિયત અને ચિત્તના આશ્રયરૂપ, છ કોશોવાળા પૂલ શરીરમાં રહેતું સૂક્ષ્મ શરીર માનવું જોઈએ. એના આશ્રયે ચિત્ત સત્યલોકથી અવીચિ સુધી તે તે સ્થૂલ શરીરોમાં સંચરણ કરશે. છ કોશોવાળા ભૌતિક શરીરમાંથી એને ખેંચીને બહાર લાવવાની વાત પણ યુક્તિસંગત બનશે, અને સ્કૂલ શરીર છોડ્યા પછી અન્તરાભાવ - વચગાળામાં હયાતિ - નિયત સૂક્ષ્મશરીરથી સિદ્ધ થશે.
પરંતુ આવા સૂક્ષ્મ શરીરના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ નથી. એ ઇન્દ્રિયગોચર નથી. સંચરણના હેતુથી એનું અનુમાન પણ ન થઈ શકે. કારણ કે આચાર્યના મત મુજબ સંચરણ સમજાવી શકાય છે. આગમ પુરુષને બહાર ખેંચવાની વાત કહે છે, ચિત્ત કે સૂક્ષ્મ શરીરને નહીં. અને ચિત્ત કે સૂક્ષ્મ શરીર પુરુષ નથી, પણ (વિષયોમાં) ગતિવિનાની ચિતિશક્તિ પુરુષ છે. એનું બહાર ખેંચાવું સંભવિત નથી, માટે એ વાત ઔપચારિક માનવી જોઈએ. ચિત્તની કે ચિતિશક્તિની વૃત્તિનો તે તે ગાળામાં અભાવ ખેંચવાના અર્થમાં સમજી શકાય છે. વળી સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણોમાં મરણ પછી પ્રેતશરીરની પ્રાપ્તિ અને સપિંડીકરણ વગેરેથી એની મુક્તિ કહી છે, એનો અમે સ્વીકાર કરીએ છીએ. પણ એનું આતિવાહિકત્વ સ્વીકારતા નથી. આ વિષે પણ શ્રુતિ પ્રમાણ નથી. યમપુરુષો વડે શરીરવાળાને જ પાશથી બાંધીને લઈ જવામાં આવે છે, આતિવાહિક શરીરવાળાને નહીં. ચિત્ત અહંકારથી પેદા થાય છે. અને અહંકાર આકાશની જેમ રૈલોક્યવ્યાપી હોવાથી ચિત્ત સર્વવ્યાપક છે. વળી એની વૃત્તિ પણ વિભુ હોય તો સર્વજ્ઞતાનો પ્રસંગ આવે, તેથી કહ્યું કે એની પ્રગટ થતી વૃત્તિ જ સંકોચવિકાસશીલ છે.
ભલે, પણ ચિત્તને આધીન એની વૃત્તિનો સંકોચવિકાસ હોય તો એ ક્યારેક જ થાય એવું શાથી? જવાબમાં “તચ્ચ ધર્માદિનિમિત્તાપેક્ષમ”થી કહે છે કે ધર્માદિની અપેક્ષાએ ચિત્ત સંકુચિત કે વિકસિત થાય છે. “નિમિત્ત ચ દ્વિવિધમ”થી વૃત્તિના સંકોચવિકાસના નિમિત્તને બે પ્રકારનું કહે છે. એમાં બાહ્યનિમિત્ત શરીર વગેરે સાધનોની અપેક્ષા રાખે છે. વગેરે શબ્દથી ઇન્દ્રિય, ધન વગેરે સાધનોનું ગ્રહણ સમજવું જોઈએ. આધ્યાત્મિક નિમિત્તોમાં શ્રદ્ધા વગેરે કહ્યાં. ત્યાં પણ “આદિ શબ્દથી ઉત્સાહ, સ્મૃતિ (સતત જાગરૂકતા) વગેરેનું ગ્રહણ સમજવું જોઈએ. “તથા ચોક્તમ્”થી આન્સર સાધનો વિષે આચાર્યોની સંમતિ દર્શાવે છે. વિહાર એટલે વ્યાપાર (વ્યવહાર). પ્રકૃષ્ટ એટલે શુકલ (શુદ્ધ) “તયો:” એટલે બાહ્ય અને આભ્યન્તર એ બેમાંથી. જ્ઞાન વૈરાગ્યથી એટલે એમનાથી ઉત્પન્ન થયેલો ધર્મ ક્યા