________________
પા. ૪ સૂ. ૧૦] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૧૯
श्रद्धाद्याध्यात्मिकम् । तथा चोक्तम्- ये चैते मैत्र्यादयो ध्यायिनां विहारास्ते बाह्यसाधननिरनुग्रहात्मानः प्रकृष्टं धर्ममभिनिवर्तयन्ति । तयोर्मानसं बलीयः । कथम् ? ज्ञानवैराग्ये केनातिशय्येते ? दण्डकारण्यं च चित्तबलव्यतिरेकेण कः शारीरेण कर्मणा शून्यं कर्तुमुत्सहेत ? समुद्रमगस्त्यवद्वा पिबेत्?॥१०॥
આશિષો (જીવવાની પ્રાર્થના) નિત્ય હોવાથી, એની વાસનાઓ પણ અનાદિ છે. પોતાના વિષે બધાં પ્રાણીઓની જે આ આશી:- પ્રાર્થનાછે કે હું ન હોઉં એમ નહીં, પણ હંમેશાં હોઉં, એ સ્વાભાવિક નથી (પણ સકારણ છે). કેમ ? પ્રાણી જન્મતાં જ, મરણધર્મના અનુભવવિના, દુઃખ તરફના વૈષની સ્મૃતિપૂર્વક મરણત્રાસ અનુભવે છે, એ શી રીતે બને ? સ્વાભાવિક બાબત નિમિત્તની અપેક્ષા રાખતી નથી. માટે અનાદિ વાસનાઓથી વીંધાયેલું ચિત્ત, નિમિત્તવશાત કેટલીક વાસનાઓનો સ્વીકાર કરીને, પુરુષના ભોગ માટે પ્રવર્તે છે.
કેટલાક લોકો ઘડામાં કે મહેલમાં રહેલા પ્રદીપ જેવું સંકોચવિકાસશીલ ચિત્ત છે, અને એ શરીરના માપ કે આકાર માત્રવાળું છે, એમ માને છે. આ રીતે દેહાન્તરપ્રાપ્તિ વચ્ચેના સમયમાં એની સ્થિતિ અને સંસાર સમજાવી શકાય છે, એમ કહે છે.
પરંતુ આચાર્ય સર્વવ્યાપક ચિત્તની વૃત્તિ જ સંકોચ-વિકાસશીલ છે. એમ કહે છે, એ ધર્મ વગેરે નિમિત્તની અપેક્ષાએ થાય છે. નિમિત્તો બે પ્રકારનાં છે. બાહ્ય અને આધ્યાત્મિક. શરીર વગેરે સાધનોની અપેક્ષાથી થતું સ્તુતિ, દાન, પ્રણામ વગેરે બાહ્ય છે. અને શ્રદ્ધા વગેરે ફક્ત ચિત્તને આધીન હોય એ આધ્યાત્મિક છે. આ વિષે કહ્યું છે :- ““બાહ્ય સાધનની અપેક્ષા વિનાના ધ્યાનયોગીઓના મૈત્રી વગેરે વિહારો ઉત્તમ પ્રકારના ધર્મને ઉત્પન્ન કરે છે.” એ બેમાં માનસિક વધુ બળવાન છે. કેવી રીતે ? જ્ઞાન અને વૈરાગ્યથી ચડિયાતું શું છે? મનોબળ વગર કોણ શારીરિક બળવડે દંડકારણ્યને શૂન્ય બનાવી શકે? અથવા અગત્યની જેમ સમુદ્ર પી શકે? ૧૦
तत्त्ववैशारदी स्यादेतत्-व्यजेरन्पूर्वपूर्वतरजन्माभिसंस्कृता वासनाः । यदि पूर्वपूर्वतरजन्मसद्भावे प्रमाणं स्यात् । तदेव तु नास्ति । न च जातमात्रस्य जन्तोहर्षशोकदर्शनमात्रं