________________
૪૧૮ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૧૦
'
આપવાનો આરંભ કરે છે, એવો અર્થ છે. સંસ્કારસાથે જ પ્રગટ થાય છે. જો પ્રગટ થાય, તો પોતાના વિપાકને અનુરૂપ વાસના સાથે જ પ્રગટ થાય એવો અર્થ છે. ફળરૂપ કારણથી આનન્તર્યનું સ્વરૂપ કહીને “કુતશ્ર્વ, સ્મૃતિસંસ્કારયોરેકરૂપત્વાત્``થી કાર્યદ્વારા પણ આનન્તર્ય થાય છે, એ હકીકત જણાવે છે. સ્મૃતિ અને સંસ્કાર એકરૂપ હોવાથી સમાન છે. “યથા...'' વગેરેથી આ જ વાત કહે છે. સંસ્કારો જો અનુભવરૂપ હોય, તો અનુભવો જેમ ક્ષણમાં નષ્ટ થવાના સ્વભાવવાળા છે. એમ સંસ્કારો પણ તરત જ નષ્ટ થવા જોઈએ. તો પછી એ ઘણા લાંબા સમય પછી અનુભવ ઉત્પન્ન કરવા માટે સમર્થ કેવી રીતે બની શકે ? આના જવાબમાં
તે ય કર્મવાસનાનુરૂપા ...' વગેરેથી કહે છે કે ક્ષણિક કર્મથી ઉત્પન્ન થયેલું “અપૂર્વ” સ્થાયી હોય છે, એમ ક્ષણિક અનુભવના નિમિત્તથી ઉત્પન્ન થયેલા સંસ્કાર પણ સ્થાયી હોય છે. સમાનરૂપતા થોડા ભેદના આશ્રયે રહે છે. જો અભેદ હોય તો સાદશ્ય થાય નહીં. બીજું સરળ છે. ૯
છે. ૧૦
तासामनादित्वं चाशिषो नित्यत्वात् ॥१०॥
વાસનાઓ અનાદિ છે. કારણ કે (જીવતા રહેવાની) ઇચ્છા નિત્ય
भाष्य
तासां वासनानामाशिषोनित्यत्वादनादित्वम् । येयमात्माशीर्मा न भूवं भूयासमिति सर्वस्य दृश्यते सा न स्वाभाविकी । कस्मात् ? जातमात्रस्य जन्तोरननुभूतमरणधर्मकस्य द्वेषदुःखानुस्मृतिनिमित्तो मरणत्रासः कथं भवेत् ? न च स्वाभाविकं वस्तु निमित्तमुपादत्ते । तस्मादनादिवासनानुविद्धमिदं चित्तं निमित्तवशात्काश्चिदेव वासनाः प्रतिलभ्य पुरुषस्य भोगायोपावर्तत इति ।
घटप्रासादप्रदीपकल्पं संकोचविकासि चित्तं शरीरपरिमाणाकारमात्रमित्यपरे प्रतिपन्नाः । तथा चान्तराभावः संसारश्च युक्त इति । वृत्तिरेवास्य विभुनश्चित्तस्य संकोचविकासिनीत्याचार्यः ।
तच्च धर्मादिनिमित्तापेक्षम् । निमित्तं च द्विविधम्- बाह्यमाध्यात्मिकं च । शरीरादिसाधनापेक्षं बाह्यं स्तुतिदानाभिवादनादि । चित्तमात्राधीनं