________________
પા. ૪ સૂ. ૮] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૧૫
तासामेवाभिव्यक्तिः । न हि दैवं कर्म विपच्यमानं नारकतिर्यङ्मनुष्यवासनाभिव्यक्तिनिमित्तं संभवति । किं तु दैवानुगुणा एवास्य वासना व्यज्यन्ते । नारकतिर्यमनुष्येषु चैवं समानश्चर्चः ॥८॥
એમનાથી એટલે ત્રિવિધ કર્મોથી, એમના વિપાક પ્રમાણે એટલે જે જાતિમાં કર્મોનો વિપાક થતો હોય એમને અનુરૂપ જ, તે તે કર્મના ફળને પ્રગટ કરે એવી વાસનાઓનો આવિર્ભાવ થાય છે. દેવની અવસ્થા પ્રગટ કરનારું કર્મ ફલોન્મુખ બને ત્યારે નરક, પશુ કે મનુષ્ય અવસ્થા પ્રગટ કરે એવી વાસનાઓની અભિવ્યક્તિનું કારણ બનતું નથી, પણ દેવોને યોગ્ય વાસનાઓના આવિર્ભાવનું કારણ બને છે. નરક, પશુ અને મનુષ્ય અવસ્થાઓ વિષે પણ આ નિયમ લાગુ પડે છે. ૮
तत्त्ववैशारदी कर्माशयं विविच्य क्लेशाशयगतिमाह- ततस्तद्विपाकानुगुणानामेवाभिव्यक्तिर्वासनानाम् । यज्जातीयस्य पुण्यजातीयस्यापुण्यजातीयस्य वा कर्मणो यो विपाको, दिव्यो वा नारको वा जात्यायुर्भोगस्तस्य विपाकस्यानुगुणाः । ता एवाहया वासनाः कर्मविपाकमनुशेरतेऽनुकुर्वन्ति । दिव्यभोगजनिता हि दिव्यकर्मविपाकानुगुणा वासनाः । न हि मनुष्यभोगवासनाभिव्यक्तौ दिव्य कर्मफलोपभोगसंभवः । तस्मात्स्वविपाकानुगुणा एव वासनाः कर्माभिव्यञ्जनीया इति भाष्यार्थः ॥८॥
કર્માશયનું વિવેચન કરીને, હવે “તતઃ તદ્વિપાકાનુગુણાનામ્..” વગેરે સૂત્રથી ક્લેશાશયની ગતિનું વિવરણ કરે છે. પુષ્યજાતિનાં કે પાપજાતિનાં કર્મોનો દિવ્ય કે નારકીય વિપાક એટલે જન્મ, આયુષ્ય અને ભોગરૂપ ફળને અનુરૂપ વાસનાઓ આવિર્ભત થાય છે. જે વાસનાઓ કર્મફળને અનુરૂપ છે, વગેરેથી એ જ વાત કહે છે કે દિવ્યભોગથી ઉત્પન્ન થયેલી વાસનાઓ, દિવ્ય કર્મને અનુરૂપ હોય છે. જો મનુષ્યોચિત ભોગવાસના ઉત્પન્ન થાય, તો દિવ્ય કર્મફળભોગ સંભવે નહીં. તેથી પોતાના વિપાકને અનુરૂપ વાસનાઓ જ કર્મોથી અભિવ્યક્ત થાય છે, એવો ભાષ્યનો અર્થ છે. ૮