________________
પતંજલિનાં યોગસૂત્રો
[ પા. ૪ સૂ. ૮
भेदोत्पत्तिप्रतिबन्धात् । अनुग्रहश्च दक्षिणादिना ब्राह्मणादेरिति । शुक्ला तपःस्वाध्यायध्यानवतामसंन्यासिनाम् । शुक्लत्वमुपपादयति-सा हीति । अशुक्लाकृष्णा संन्यासिनाम् । संन्यासिनो दर्शयति- क्षीणेति । कर्मसंन्यासिनो हि न क्वचिद्बहिःसाधनसाध्ये कर्मणि प्रवृत्ता इति न चैषामस्ति कृष्णः कर्माशयः । योगानुष्ठानसाध्यस्य कर्माशयफलस्येश्वरे समर्पणान्न शुक्लः कर्माशयः । निरत्ययफलो हि शुक्ल उच्यते । यस्य फलमेव नास्ति कुतस्तस्य निरत्ययफलत्वमित्यर्थः । तदेवं चतुष्टयीं कर्मजातिमुक्त्वा कतमा कस्येत्यवधारयति शुक्लमिति ॥७॥
૪૧૪ ]
“યત:” કારણકે એમ કહીને કર્મભેદના હેતુપરક સૂત્ર “કર્માશુક્લાકૃષ્ણમ્...'' વગેરે પ્રસ્તુત કરે છે. પદ એટલે સ્થાન. ચાર સ્થાનવાળી હોવાથી કર્મજાતિ ચતુષ્પદા કહેવાય છે. જે કર્મો બાહ્ય સાધનોથી સાધ્ય હોય એ બધામાં કોઈને પીડા પહોંચતી જ હોય છે. ડાંગર વગેરે સાધનોવાળાં (યજ્ઞ) કર્મોમાં અન્યને પીડા થાય છે. ખાંડવા વગેરે કાર્યોમાં કીડીઓ વગેરેની હિંસા થાય છે. અંતતઃ બીજ વગેરેના નાશથી અંકુર વગેરે ભેદો ઉત્પન્ન થાય એવો પ્રતિબંધ છે. બ્રાહ્મણ વગેરેને દક્ષિણા વગેરે આપવાથી અનુગ્રહ પણ થાય છે. સંન્યાસ ન લીધો હોય એવા લોકો તપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે કરે એનાથી શુક્લ કર્મ ઉત્પન્ન થાય છે.’’સા હિ...’ વગેરેથી એમનું શુક્લપણું દર્શાવે છે. અશુક્લ-અકૃષ્ણ-કર્મજાતિ સંન્યાસીઓની છે. “ક્ષીણક્લેશાનામ્...” વગેરેથી સંન્યાસીઓ વિષે કહે છે. કર્મસંન્યાસીઓ બહારના સાધનથી સાધ્ય કર્મમાં પ્રવૃત્ત થતા નથી. તેથી એમનો કર્માશય કૃષ્ણ નથી. જેનું ફળ ખરાબ ન હોય એ કર્મ શુક્લ છે. જેનું ફળ જ ન હોય એવું કર્મ ખરાબ ફળ આપનાર કેવી રીતે હોઈ શકે ?
આમ ચાર પ્રકારની કર્મજાતિ વર્ણવીને “તત્રાશુક્લમ્...” વગેરેથી કઈ જાતિ કોની છે એનો નિર્ણય કરે છે. ૭
ततस्तद्विपाकानुगुणानामेवाभिव्यक्तिर्वासनानाम् ॥८॥
એમનાથી (ત્રણ પ્રકારનાં કર્મોથી) એમના વિપાકને અનુરૂપ વાસનાઓ જ અભિવ્યક્ત થાય છે.
८
भाष्य
तत इति त्रिविधात्कर्मणः । तद्विपाकानुगुणानामेवेति । यज्जातीयस्य कर्मणो यो विपाकस्तस्यानुगुणा या वासनाः कर्मविपाकमनुशेरते