________________
પા. ૪ સૂ. ૭] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૧૩
यत :- १२५॥3 कर्माशुक्लाकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् ॥७॥
યોગીનું કર્મ શુક્લ કે કૃષ્ણ હોતું નથી. બીજાઓનું ત્રણ પ્રકારનું (शुस, !, मिश्र) डोय छे. ७
भाष्य
चतुष्पदा खल्वियं कर्मजातिः । कृष्णा शुक्लकृष्णा शुक्लाऽशुक्लाकृष्णा चेति । तत्र कृष्णा दुरात्मनाम् । शुक्लकृष्णा बहिः साधनसाध्या, तत्र परपीडानुग्रहद्वारेणैव कर्माशयप्रचयः । शुक्ला तपःस्वाध्यायध्यानवताम् । सा हि केवले मनस्यायतत्वादहिः साधनानधीना न परान्पीडयित्वा भवति । अशुक्लाकृष्णा संन्यासिनां क्षीणक्लेशानां चरमदेहानामिति । तत्राशुक्लं योगिन एव फलसंन्यासात्, अकृष्णं चानुपादनात् । इतरेषां तु भूतानां पूर्वमेव त्रिविधमिति ॥७॥
આ કર્મજાતિ ચાર સ્થાનોવાળી છે. કૃષ્ણ, શુક્લકૃષ્ણ, શુક્લ અને અશુક્લાકૃષ્ણ. દુરાત્માઓનું કર્મ કૃષ્ણ છે. શુક્લકૃષ્ણ કર્મ બાહ્ય સાધનોથી અને બીજાઓને પીડા કે સુખ પહોંચાડીને જ સિદ્ધ થાય છે, અને એમનાથી કર્ભાશય વધે છે. તપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરેનું અનુષ્ઠાન કરનારનું કર્મ શુક્લ હોય છે. આ કર્મજાતિ ફક્ત મનથી થાય એવી, અને બાહ્ય સાધનોને આધીન ન હોવાથી, અન્યને પીડા પહોંચાડ્યા વિના થાય છે. અશુક્લાકૃષ્ણ કર્યજાતિ ક્ષીણક્લેશ, ચરમદેહવાળા સંન્યાસીઓની છે. યોગી ફળત્યાગ કરે છે તેથી અશુક્લ અને નવાં કર્મ ઉત્પન્ન થવા દેતો નથી, તેથી અકૃષ્ણકર્મવાળો કહેવાય છે. બાકીનાં પ્રાણીઓનાં કર્મ અગાઉ કહ્યાં એવાં ત્રણ પ્રકારનાં डोय छे. ७
तत्त्ववैशारदी तत्रैव च हेतुपरं सूत्रमवतारयति-यत इति । कर्माशुक्लाकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् । पदं स्थानम् । चतुर्षु समवेता चतुष्पदा । यद्यावदहिःसाधनसाध्यं तत्र सर्वत्रास्ति कस्यचित्पीडा । न हि व्रीह्यादिसाधनेऽपि कर्मणि परपीडा नास्ति । अवघातादिसमये पिपीलिकादिवधसंभवात् । अन्ततो बीजादिवधेन स्तम्बादि