________________
૪૧૨ ]
પતંજલિના યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૬
तत्र ध्यानजमनाशयम् ॥६॥ એ બધામાં ધ્યાનજન્ય ચિત્ત આશય વિનાનું છે. ૬
भाष्य पञ्चविधं निर्माणचित्तं जन्मौषधिमन्त्रतपःसमाधिजाः सिद्धय इति । तत्र यदेव ध्यानजं चित्तं तदेवानाशयम् । तस्यैव नास्त्याशयो रागादिप्रवृत्तिः । नातः पुण्यपापाभिसंबन्धः क्षीणक्लेशत्वाद्योगिन इति । इतरेषां तु विद्यते શયઃ દા
જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિથી સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે, એમ કહ્યું, તેથી નિર્માણચિત્ત પાંચ પ્રકારનું છે. એમાં ધ્યાન (સમાધિ) જન્ય ચિત્ત જ આશય વિનાનું છે. એમાં રાગ વગેરેની પ્રવૃત્તિરૂપ આશય નથી તેથી એનો પુણ્ય, પાપસાથે સંબંધ નથી. કારણકે યોગીન કલેશો ક્ષીણ થયા છે. બીજાં ચિત્તોમાં કર્ભાશય છે. ૬
तत्त्ववैशारदी तदेवमुदितेषु पञ्चसु सिद्धचित्तेष्वपवर्गभागीयं चित्तं निर्धारयति-तत्र ध्यानजमनाशयम् । आशेरत इत्याशयाः कर्मवासना: क्लेशवासनाश्च । त एते न विद्यन्ते यस्मिस्तदनाशयं चित्तमपवर्गभागीयं भवतीत्यर्थः । यतो रागादिनिबन्धना प्रवृत्तिस्त्यितो नास्ति पुण्यपापाभिसंबन्धः । कस्मात्पुना रागादिजनिता प्रवृत्तिर्नास्तीत्यत आहक्षीणक्लेशत्वादिति । ध्यानजस्यानाशयस्य मनोऽन्तरेभ्यो विशेषं दर्शयितुमितरेषामाशयवत्तामाह-इतरेषां त्विति ॥६॥
તત્ર ધ્યાનજમ્..” વગેરે સૂત્રથી અગાઉ કહેલાં પાંચ સિદ્ધ ચિત્તોમાં મોક્ષભાગી ચિત્તનો નિશ્ચય કરે છે. કર્મવાસનાઓ અને ક્લેશવાસનાઓ જેમાં રહે એ આશય છે. જે ચિત્તમાં આશય નથી એને અનાશય કહે છે. એ ચિત્ત મોક્ષભાગી છે. એમાં રાગ વગેરેથી ઉત્પન્ન થતી પ્રવૃત્તિ નથી, તેથી પુણ્ય-પાપસાથે સંબંધ નથી. શાથી રાગાદિજન્ય પ્રવૃત્તિ નથી? જવાબમાં ક્લેશો ક્ષીણ થયા હોવાથી એમ કહે છે. “ઇતરેષામ્.." વગેરેથી બીજાં આશયવાળાં ચિત્તોથી ધ્યાનજન્ય અનાશયચિત્તની વિશેષતા કહે છે. ૬