________________
૪૧૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૯
जातिदेशकालव्यवहितानामप्यानन्तर्यं स्मृति
संस्कारयोरेकरूपत्वात् ॥९॥
સ્કૃતિ અને સંસ્કાર એક (સમાન) રૂપવાળાં હોવાથી જાતિ, દેશ અને કાળથી વ્યવહિત વાસનાઓનું પણ આનન્તર્ય (તરત કે પછી પ્રગટ થવાનું વલણ) હોય છે. ૯
भाष्य
वृषदंशविपाकोदयः स्वव्यञ्जकाञ्जनाभिव्यक्तः, स यदि जातिशतेन वा दूरदेशतया वा कल्पशतेन वा व्यवहितः पुनश्च स्वव्यञ्जकाञ्जन एवोदियाद् द्रागित्येवं पूर्वानुभूतवृषदंशविपाकाभिसंस्कृता वासना उपादाय व्यज्येत । कस्मात् ? यतो व्यवहितानामप्यासां सदृशं कर्माभिव्यञ्जकं निमित्तीभूतमित्यानन्तर्यमेव । कुतश्च ? स्मृतिसंस्कारयोरेकरूपत्वात् । यथानुभवास्तथा संस्काराः । ते च कर्मवासनानुरूपाः । यथा च वासनास्तथा स्मृतिरिति जातिदेशकालव्यवहितेभ्यः संस्कारेभ्यः स्मृतिः । स्मृतेश्च पुनः संस्कारा इत्येवमेते स्मृतिसंस्काराः कर्माशयवृत्तिलाभवशाद्वयज्यन्ते । अतश्च व्यवहितानामपि निमित्तनैमित्तिकभावानुच्छेदादानन्तर्यमेव सिद्धमिति ॥९॥
પોતાને વ્યક્ત કરનાર કારણોથી પ્રગટ થયેલો, બિલાડીની અવસ્થા ઉત્પન્ન કરે એવાં કર્મફળોનો ઉદય, સો જન્મો, દૂરદેશ, કે સો કલ્પોના વ્યવધાનવાળો હોય, તો પણ ફરીથી પોતાને પ્રગટ કરનાર કારણોથી અગાઉના જન્મમાં અનુભવેલા બિલાડીના અનુભવોરૂપ કર્મવિપાકના સંસ્કારની વાસનાઓને સાથે લઈને પ્રગટ થાય છે. કેમ? કારણકે ભલે એ સંસ્કારો વ્યવધાનવાળા હોય, છતાં એમને અનુરૂપ ફળ પ્રગટ કરે એવું કર્મ એમને વ્યક્ત કરવામાં નિમિત્ત બને છે, માટે આનન્તર્ય (અવ્યવધાન) જ છે. બીજું શું કારણ છે? સ્મૃતિ અને સંસ્કાર સમાન રૂપવાળાં છે. અનુભવ પ્રમાણે સંસ્કાર હોય છે. એ સંસ્કાર કર્મવાસનાને અનુરૂપ હોય છે. અને જેવી વાસના હોય એવી સ્મૃતિ હોય છે. માટે જન્મ, દેશ, કાળના વ્યવધાનવાળા સંસ્કારોથી પણ સ્મૃતિ ઉત્પન્ન થાય છે. અને સ્મૃતિથી પાછા સંસ્કારો ઉત્પન્ન થાય છે. આમ સ્મૃતિ અને સંસ્કાર કર્ભાશયને પ્રવર્તવાનો