________________
પ. ૪ સૂ. ૪]
વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૦૯
થાય છે? આનો શો જવાબ છે? પ્રવૃતિઓમાં આપૂરણ કોઈ વાર જ થાય છે અને ધર્મ વગેરે નિમિત્ત શ્રુતિમાં કહ્યાં છે. તેથી નિમિત્તથી આપૂરણ થાય છે એમ ઠર્યું આ વાતનો નિષેધ કરતાં કહે છે કે નિમિત્ત પ્રકૃતિઓનું પ્રયોજક નથી. ફક્ત ખેડૂતની જેમ આનાથી વરણભેદ-પ્રતિબંધનાશ-થાય છે. ધર્મ વગેરે નિમિત્ત છે એ વાત સાચી છે, પણ પ્રયોજક નથી, કારણકે એ (ધર્માદિનિમિત્તો) પ્રકૃતિનું કાર્ય છે, અને કાર્ય કદાપિ કારણને પ્રયોજે નહીં. કાર્યની ઉત્પત્તિ કારણાધીન છે, માટે એ કારણથી પરતંત્ર છે. સ્વતંત્રતા જ પ્રયોજક બની શકે. કુંભાર વગર માટી, દંડ, ચક્ર અને પાણી વગેરે ઉત્પન્ન થઈ રહેલા કે ઉત્પન્ન થયેલા ઘડાવડે પ્રયોજાય નહીં. ફક્ત સ્વતંત્ર કુંભાર જ એમને પ્રયોજી શકે.
વળી પુરુષાર્થ પણ પ્રવર્તક નથી. પરંતુ એના ઉદ્દેશથી ઈશ્વર પ્રવર્તક છે. ઉદેશપણામાત્રથી પુરુષાર્થને પ્રવર્તક કહેવામાં આવે છે. ઉત્પન્ન થઈ રહેલા પુરુષાર્થને અવ્યક્તની સ્થિતિનું કારણ માનવું યોગ્ય છે. પણ તેથી ધર્મ વગેરે નિમિત્ત મટી જતાં નથી. ફક્ત પ્રતિબંધ દૂર કરવા માટે ખેડૂતની જેમ એમની ઉપયોગિતા છે. ઈશ્વર પણ ધર્મના અધિષ્ઠાન (સ્થાપન) માટે પ્રતિબંધ દૂર કરવાનું કાર્ય કરે છે, એમ સમજવું જોઈએ. આ વિષે ભાષ્ય સ્પષ્ટ છે. ૩
यदा तु योगी बहून्कायानिमिमीते तदा किमेकमनस्कास्ते भवन्त्यथानेकमनस्का તિ- યોગી ઘણાં શરીરોનું નિર્માણ કરે ત્યારે એ બધાં એક મનવાળાં કે અનેક મનવાળાં હોય છે?
निर्माणचित्तान्यस्मितामात्रात् ॥४॥ ફક્ત અસ્મિતાથી યોગી બીજાં ચિત્તોનું નિર્માણ કરે છે. ૪
भाष्य
अस्मितामात्रं चित्तकारणमुपादाय निर्माणचित्तानि करोति । ततः सचित्तानि भवन्तीति ॥४॥
ચિત્તના કારણરૂપ અસ્મિતામાત્ર ઉપાદાનમાંથી યોગી અન્ય ચિત્તોનું નિર્માણ કરે છે. તેથી ચિત્તવાળાં શરીરો હોય છે. ૪
तत्त्ववैशारदी प्रकृत्यापूरेण सिद्धीः समर्थ्य सिद्धिविनिर्मितनानाकायवर्तिचित्तैकत्व-नानात्वे