________________
૪૦૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૩
બને નહીં. તો થાય છે શું? એનાથી (નિમિત્તથી) ખેડૂતની જેમ વરણભેદ થાય છે. ખેડૂત એક ક્યારામાં રહેલા પાણીને બીજા ક્યારામાં લઈ જવા માટે, હાથ વડે નીચેની તરફ ખેંચતો નથી, ફક્ત પાણીને રોકતા માટીના આવરણને તોડે છે. આ તૂટતાં પાણી પોતાની મેળે બીજા ક્યારામાં જાય છે, એમ ધર્મ પ્રવૃતિઓના અધર્મરૂપ આવરણને ભેદે છે. એ ભેદાતાં, પ્રકૃતિઓ પોતપોતાનાં પરિણામો આપમેળે ઉત્પન્ન કરે છે. અથવા એ જ ખેડૂત એ જ ક્યારામાં ઊગેલા ધાન્યના છોડના મૂળમાં પૃથ્વીના કે જળના રસોને પ્રવેશ કરાવતો નથી. તો શું કરે છે ? ફક્ત બીજી જાતનાં મગ, ગવેધુ, સામા વગેરેને ક્યારામાંથી ઉખાડી નાખે છે. એ ઊખડી ગયા પછી રસો આપમેળે ધાન્યના મૂળમાં પ્રવેશે છે. એમ ધર્મ અધર્મની નિવૃત્તિનું કારણ છે. કારણકે શુદ્ધિ અને અશુદ્ધિ તદ્દન વિરોધી છે. ધર્મ પ્રકૃતિની પ્રવૃત્તિનો હેત નથી. આ વિષે નન્દીશ્વર વગેરેનાં ઉદાહરણો સમજવાં જોઈએ. એથી ઊલટું, અધર્મ ધર્મનો બાધ કરે છે, તેથી અશુદ્ધિપરિણામ થાય છે. આ વિષયમાં નહુષ અજગર બન્યો એના જેવાં દષ્ટાન્તો સમજવાં જોઈએ. ૩
तत्त्ववैशारदी प्रकृत्यापूरादित्युक्तम् । तत्रेदं संदिह्यते-किमापूरः प्रकृतीनां स्वाभाविको धर्मादिनिमित्तो वेति ? किं प्राप्तम् ? सतीष्वपि प्रकृतिषु कदाचिदापूराद्धर्मादिनिमित्तश्रवणाच्च तन्निमित्त एवेति प्राप्तम् । एवं प्राप्त आह-निमित्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु ततः क्षेत्रिकवत् । सत्यं धर्मादयो निमित्तं न तु प्रयोजकाः । तेषामपि प्रकृतिकार्यत्वात् । न च कार्यं कारणं प्रयोजयति । तस्य तदधीनोत्पत्तितया कारणपरतन्त्रत्वात् । स्वतन्त्रस्य च प्रयोजकत्वात् । न खलु कुलालमन्तरेण मृद्दण्डचक्रसलिलादय उत्पित्सितेनोत्पन्नेन वा घटेन प्रयुज्यन्ते । किं तु स्वतन्त्रेण कुलालेन । न च पुरुषार्थोऽपि प्रवर्तकः । किं तु तदुद्देशेनेश्वरः । उद्देशतामात्रेण पुरुषार्थः प्रवर्तक इत्युच्यते । उत्पित्सोस्त्वस्य पुरुषार्थस्याव्यक्तस्य स्थितिकारणत्वं युक्तम् । न चैतावता धर्मादीनामनिमित्तता । प्रतिबन्धापनयनमात्रेण क्षेत्रिकवदुपपत्तेः । ईश्वरस्यापि धर्माधिष्ठानार्थं प्रतिबन्धापनय एव व्यापारो वेदितव्यः । तदेतन्निगदव्याख्यातेन મળેળોમ રૂા.
બીજી જાતિમાં પરિણામ પ્રકૃતિના આપૂરણથી થાય છે. એમ કહ્યું. આ વિષે સંદેહ થાય છે કે પ્રકૃતિઓનું આપૂરણ સ્વાભાવિક છે કે ધર્મ વગેરેના નિમિત્તથી