________________
૪૧૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૫
विचारयति - यदा त्विति । तत्र नानामनस्त्वे कायानां प्रतिचित्तमभिप्रायभेदादेकाभिप्रायानुरोधश्च परस्परप्रतिसंधानं च न स्यातां पुरुषान्तरवत् । तस्मादेकमेव चित्तं प्रदीपवद्विसारितया बहूनपि निर्माणकायान्व्याप्नोतीति प्राप्त आह-निर्माणचित्तान्यस्मितामात्रात् । यद्यावज्जीवच्छरीरं तत्सर्वमेकैकासाधारणचित्तान्वितं दृष्टम् । तद्यथा चैत्रमैत्रादिशरीरम् । तथा च निर्माणकाया इति सिद्धं तेषामपि प्रातिस्विकं मन इत्यभिप्रायेणाह-अस्मितामात्रमिति ॥४॥
પ્રકૃતિના આપૂરણથી સિદ્ધિઓનું સમર્થન કરીને, સિદ્ધિથી વિનિર્મિત અનેક શરીરોમાં ચિત્ત એક હોય છે કે અનેક એ વિષે “યદા તુ...” વગેરેથી વિચારે છે. ઘણાં શરીરોમાં ઘણાં મન હોય તો અન્ય પુરુષની જેમ બધાં મનમાં અભિપ્રાયો જુદા જુદા હોય, તેથી એક અભિપ્રાયનો અનુરોધ અને પરસ્પર અનુસંધાન સિદ્ધ થાય નહીં. માટે એક જ ચિત્ત પ્રદીપની જેમ પ્રકાશરૂપે વિસ્તરીને ઘણાં નિર્માણ શરીરોમાં વ્યાપીને રહે છે. એવો પ્રસંગ પ્રાપ્ત થતાં સૂત્રથી કહે છે કે અસ્મિતામાત્રથી નિર્માણ ચિત્તો પ્રગટ થાય છે. જેટલાં જીવતાં શરીરો છે, એ બધાં પ્રત્યેક, અસાધારણ (ભિન્ન) ચિત્તથી યુક્ત જોવામાં આવે છે, જેમ ચૈત્ર, ચૈત્ર વગેરેનાં શરીર. નિર્માણ શરીરો પણ એવાં જ હોય છે, તેથી એ દરેકને પોતપોતાનું ચિત્ત હોય છે, એમ “અસ્મિતામાત્રમ્...” વગેરે ભાષ્યથી કહે છે. ૪
प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषाम् ॥५॥ અનેક ચિત્તોના પ્રવૃત્તિભેદમાં એક ચિત્ત પ્રયોજક (પ્રેરક) છે. પ
भाष्य
बहूनां चित्तानां कथमेकचित्ताभिप्रायपुरःसरा प्रवृत्तिरिति सर्वचित्तानां प्रयोजकं चित्तमेकं निर्मिमीते, ततः प्रवृत्तिभेदः ॥ ५ ॥
એક ચિત્તના અભિપ્રાય પ્રમાણે ઘણાં ચિત્તોની પ્રવૃત્તિ કેવી રીતે થાય છે ? બધાં ચિત્તોને પ્રેરનારું એક ચિત્ત બનાવે છે, તેથી પ્રવૃત્તિ ભેદ શક્ય બને છે. ૫
तत्त्ववैशारदी
यदुक्तमनेकचित्तत्वे एकाभिप्रायानुरोधश्च प्रतिसंधानं च न स्यातामिति तत्रोत्तरं सूत्रम् प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषाम् । अभविष्यदेषदोषो यदि च चित्तमेकं