________________
૪૦૨]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૫૫
ઉપસ્થિત થતા નથી. એ પુરુષનું કૈવલ્ય છે, ત્યારે પુરુષ સ્વરૂપમાત્રજ્યોતિ, નિર્મળ અને કેવલી બને છે. પ૫
इति श्रीपातञ्जले योगशास्त्रे सांख्यप्रवचने व्यासभाष्ये વિભૂતિપાતૃતીય: રૂા.
આમ શ્રી પાંતજલ યોગશાસ્ત્રના સાંખ્યપ્રવચન નામના વ્યાસભાષ્યમાં ત્રીજો વિભૂતિપાદ સમાપ્ત થયો. ૩
तत्त्व वैशारदी तदेवं परम्परया कैवल्यस्य हेतून्सविभूतीन्संयमानुक्त्वा सत्त्वपुरुषान्यताज्ञानं साक्षात्कैवल्यसाधनमित्यत्र सूत्रमवतारयति-प्राप्तेति । विवेकजं ज्ञानं भवतु मा वा भूत् । सत्त्वपुरुषान्यताख्यातिस्तु कैवल्यप्रयोजिकेत्यर्थः । सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यमिति । इतिः सूत्रसमाप्तौ । ईश्वरस्य पूर्वोक्तैः संयमैनिक्रियाशक्तिमतोऽनीश्वरस्य वा समनन्तरोक्तेन संयमेन विवेकजज्ञानभागिन इतरस्य वानुत्पन्नज्ञानस्य न विभूतिषु काचिदपेक्षास्तीत्याह - न हीति । ननु यद्यनपेक्षिता विभूतयः कैवल्ये, व्यर्थस्तर्हि तासामुपदेश इत्यत आह-सत्त्वशुद्धिद्वारेणेति । इत्थम्भूतलक्षणे तृतीया । नात्यन्तमहेतवः कैवल्ये विभूतय किं तु न साक्षादित्यर्थः । ज्ञानं विवेकमुपक्रान्तम् । यच्च पारम्पर्येण कारणं तदौपचारिकं न तु मुख्यम् । परमार्थतस्तु ख्यातिरेव मुख्यमित्यर्थः । ज्ञानादिति प्रसंख्यानादित्यर्थः ॥५५॥
પરંપરાથી કૈવલ્યના હેતુરૂપ વિભૂતિઓ (સિદ્ધિઓ) સાથેના સંયમો કહી, સત્વ અને પુરુષની ભિન્નતાનું જ્ઞાન સાક્ષાત્ કૈવલ્યનું સાધન છે, એમ કહેવા માટે સૂત્રને પ્રસ્તુત કરવા “પ્રાપ્તવિવેકજજ્ઞાનસ્ય” વગેરેથી કહે છે કે યોગીને વિવેકજન્ય જ્ઞાન પ્રાપ્ત થયું હોય કે ન થયું હોય, સત્ત્વ અને પુરુષની અન્યતાનું જ્ઞાન કૈવલ્યરૂપ પ્રયોજન સિદ્ધ કરનારું છે, એવો અર્થ છે. ઈતિશબ્દ સૂત્ર (પાદ)ની સમાપ્તિ સૂચવે છે.
ઈશ્વર એટલે અગાઉ કહેલા સંયમોવડે મેળવેલી જ્ઞાન-ક્રિયા શક્તિયુક્ત યોગીને, અથવા એવી શક્તિવિનાના, પણ સાથે સાથે કહેલા સંયમવડે મેળવેલા વિવેકજન્યજ્ઞાનયુક્ત બીજા યોગીને અથવા એવા જ્ઞાન વિનાના યોગીને આ અવસ્થામાં કૈવલ્ય પ્રાપ્ત થાય છે. “ન હિ” વગેરેથી જ્ઞાન ઉત્પન્ન ન થયું હોય એવા યોગીને પણ કેવલ્ય પ્રાપ્ત થાય છે, એ માટે વિભૂતિઓની અપેક્ષા નથી, એમ કહે છે.
પણ વિભૂતિઓ જરૂરી ન હોય તો એમનો ઉપદેશ વ્યર્થ છે, એવી આશંકાના નિરાકરણ માટે “સત્ત્વશુદ્ધિ કારેણ...” વગેરેથી કહે છે કે સત્ત્વશુદ્ધિદ્વારા