________________
પા. ૩ સૂ. ૫૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૦૧
છે. અગાઉ “પ્રજ્ઞાપ્રાસાદમાહ્ય...” વગેરેથી આ વિષે કહ્યું છે. મધુવાળી છે માટે મધુમતી કહેવાય છે. તેનાથી પ્રારંભ કરીને આની પરિસમાપ્તિ સુધી સાત પ્રાન્તભૂમિઓવાળી પ્રજ્ઞા છે. માટે વિવેકજન્ય જ્ઞાન તારક છે. કારણ કે એનો અંશ યોગપ્રદીપ પણ તારક છે. ૫૪
વિવેનાનWWવિવેગનણ વા- વિવેકજન્ય જ્ઞાન પ્રાપ્ત થયું હોય અથવા ન થયું હોય એવા બંને પ્રકારના યોગીઓને
सत्त्वपुरुषोः शुद्धिसाम्ये कैवल्यमिति ॥५५॥ સત્ત્વ અને પુરુષની સમાન શુદ્ધિ થાય ત્યારે કૈવલ્ય પ્રાપ્ત થાય છે. ૫૫
भाष्य यदा नि तरजस्तमोमलं बुद्धिसत्त्वं पुरुषस्यान्यताप्रतीतिमात्राधिकार दग्धक्लेशबीजं भवति तदा पुरुषस्य शुद्धिसारूप्यमिवापन्नं भवति, तदा पुरुषस्योपचरितभोगाभावः शुद्धिः । एतस्यामवस्थायां कैवल्यं भवतीश्वरस्यानीश्वरस्य वा विवेकजज्ञानभागिन इतरस्य वा । न हि दग्धक्लेशबीजस्य ज्ञाने पुनरपेक्षा काचिदस्ति । सत्त्वशुद्धिद्वारेणैतत्समाधिजमैश्वर्यं ज्ञानं चोपक्रान्तम् । परमार्थतस्तु ज्ञानाददर्शनं निवर्तते । तस्मिन्निवृत्ते न सन्त्युत्तरे क्लेशाः । क्लेशाभावात्कर्मविपाकाभावः । चरिताधिकाराश्चैतस्यामवस्थायां गुणा न पुरुषस्य दृश्यत्वेन पुनरुपतिष्ठन्ते । तत्पुरुषस्य कैवल्यम्, तदा पुरुषः स्वरूपमात्रज्योतिरमलः केवली भवति ॥५५॥
રજોગુણ અને તમોગુણના મળો વિનાનું બુદ્ધિસત્વ પુરુષની ભિન્નતાના જ્ઞાનમાત્ર અધિકારવાળું, બળેલા ક્લેશબીજોવાળું બને છે, ત્યારે પુરુષ જેવી શુદ્ધિવાળા રૂપવાળું બને છે, અને ત્યારે ઔપચારિક (બુદ્ધિવડે નિવેદન કરાયેલા) ભોગોનો અભાવ પુરુષની શુદ્ધિ છે. આ અવસ્થામાં ઈશ્વર કે અનીશ્વર (યોગેશ્વર્યસંપન્ન કે એના વિનાના) વિવેકજન્ય જ્ઞાનવાળા કે એના વિનાના યોગીને કૈવલ્ય પ્રાપ્ત થાય છે. જેનાં ક્લેશ બીજો બળી ગયાં છે, અને જ્ઞાન માટે બીજા કશાની અપેક્ષા નથી. સત્ત્વશુદ્ધિ દ્વારા આવું સમાધિજન્ય ઐશ્વર્ય અને જ્ઞાન મળવું શરૂ થાય છે. હકીકતમાં, જ્ઞાન ઉત્પન્ન થતાં અજ્ઞાન (અવિઘા) નિવૃત્ત થાય છે. એ નિવૃત્ત થતાં, એની પછીના ક્લેશ રહેતા નથી. ક્લેશોના અભાવથી કર્મવિપાકનો અભાવ થાય છે. આ અવસ્થામાં ચરિતાધિકાર (કૃતકૃત્ય) ગુણો પુરુષ (દ્રષ્ટા) માટે દશ્ય તરીકે ફરીથી