________________
૪૦૦ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૫૪
गृह्णातीत्यर्थः । एतद्विवेकजं ज्ञानं परिपूर्णम् । अस्यैवांशो योगप्रदीपो, मधुमतीं भूमिमुपादाय यावदस्य परिसमाप्तिरिति ॥५४॥
તારક એટલે પોતાની પ્રતિભાથી ઉત્પન્ન થયેલું, બીજાએ ઉપદેશેલું નહીં. સર્વવિષયક હોવાથી કોઈ પણ પદાર્થ એનો અવિષય નથી. સર્વવિષય એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના બધા પદાર્થોને એમના અવાન્તર પર્યાયો સાથે જાણનારું એવો અર્થ છે. અક્રમ એટલે એક ક્ષણપર આરૂઢ થયેલું અને બધાને બધી રીતે જાણતું એવો અર્થ છે. આ વિવેકજન્ય જ્ઞાન પરિપૂર્ણ છે. મધુમતી ભૂમિથી પ્રારંભ કરીને આ વિવેકજન્ય જ્ઞાનની પરિસમાપ્તિ સુધીનાં બધાં યોગપ્રદીપરૂપ જ્ઞાનો, આનો જ અંશ છે. ૫૪
तत्त्व वैशारदी
तदेवं विषयैकदेशं विवेकजज्ञानस्य दर्शयित्वा विवेकजं ज्ञानं लक्षयतितारकं सर्वविषयं सर्वथाविषयमक्रमं चेति विवेकजं ज्ञानम् । विवेकजं ज्ञानमिति लक्ष्यनिर्देशः । शेषं लक्षणम् । संसारसागरात्तारयतीति तारकम् । पूर्वस्मात्प्रातिभाद्विशेषयति-सर्वथाविषयमिति । पर्याया अवान्तरविशेषाः । अत एव विवेकजं ज्ञानं परिपूर्णम् । नास्य क्वचित्किञ्चित्कथञ्चित्कदाचिदगोचर इत्यर्थः । आस्तां तावज्ज्ञानान्तरम् । संप्रज्ञातोऽपि तावदस्यांशः । तस्मादतः परं किं परिपूर्णमित्याह - अस्यैवांशो योगप्रदीपः संप्रज्ञातः । किमुपक्रमः किमवसानश्चासावित्याह- मधुमतीमिति । ऋतम्भरा प्रज्ञैव मधु, मोदकारणत्वात् । यथोक्तं प्रज्ञाप्रासादमारुह्येति ( द्र० १।४७ भाष्य ) । तद्वती मधुमती । तामुपादाय यावदस्य परिसमाप्तिः सप्तधा प्रान्तभूमिः प्रज्ञा । अत एव विवेकजं ज्ञानं तारकं भवति । तदंशस्य योगप्रदीपस्य तारकत्वादिति ॥५४॥
વિવેકજન્ય જ્ઞાનના એકદેશરૂપ વિષયોને કહીને, “તારકં સર્વ વિષયમ્...' વગેરે સૂત્રથી સ્વયં વિવેકજન્ય જ્ઞાનનું લક્ષણ કહે છે. “વિવેકજન્યજ્ઞાન”થી લક્ષ્યનો અને બાકીના શબ્દોથી લક્ષણનો નિર્દેશ કરે છે. તારક એટલે સંસારસાગરથી તારનારું “સર્વથા વિષયમ્...’થી અગાઉ કહેલા પ્રાતિભજ્ઞાનથી આની વિશેષતા દર્શાવે છે. પર્યાયો એટલે અવાન્તર વિશેષો. માટે વિવેકજન્ય જ્ઞાન પૂર્ણ છે. આના માટે ક્યાંય પણ, ક્યારે પણ, કાંઈ પણ અગોચર નથી. બીજાં શાનો તો શું, સંપ્રજ્ઞાત પણ આનો અંશમાત્ર છે. “અÅવાંશો યોગપ્રદીપઃ...” વગેરેથી કહે છે કે આનાથી વધુ પૂર્ણ જ્ઞાન કયું હોઈ શકે ? આનો પ્રારંભ અને અંત ક્યાં છે ? એના જવાબમાં “મધુમતીં ભૂમિમુપાદાય...” વગેરેથી કહે છે કે મધુમતી ભૂમિથી શરૂ થતાં આ વિવેકજન્ય જ્ઞાનો આના જ અંશો છે. ઋતંભરા પ્રજ્ઞા આનંદ આપનાર હોવાથી મધુ