________________
પા. ૩ સૂ. ૫૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૯૯
અને કાળવાળા તેમજ અંતર વિનાના મુક્ત પુરુષોને પરસ્પર ભિન્ન તરીકે અને પ્રત્યેકને તાત્ત્વિક રીતે જાણે છે. માટે કોઈ અન્તિમ વિશેષ હોવો જોઈએ. એ જ વિશેષ નિત્ય એવાં પરમાણુ વગેરે દ્રવ્યોનો ભેદ દર્શાવે છે.
“તત્રાપિ” વગેરેથી આ મતમાં દોષ દર્શાવે છે. જાતિ, દેશ અને લક્ષણો અગાઉ કહ્યાં છે. મૂર્તિ એટલે સંસ્થાન (આકાર). એક સારા અવયવ સંસ્થાનવાળાને ખસેડીને, એની જગાએ, જોનારનું ધ્યાન બીજી તરફ હોય ત્યારે, બીજા ખરાબ અવયવસંસ્થાનવાળાને મૂકવામાં આવે, તો એના ભિન્ન આકારને લીધે આ બીજો છે, એમ જાણી શકાય છે. અથવા મૂર્તિ એટલે શરીર. એના સંબંધથી સંસારી કે મુક્ત આત્માઓનો ભેદ ભૂતોના જેવા તેવા ભેદ વડે જાણી શકાય છે. આમ સર્વત્ર ભેદનું જ્ઞાન બીજી રીતે સિદ્ધ થતું હોવાથી અન્તિમ વિશેષની કલ્પના જરૂરી નથી. વળી અંતર ભેદનું કારણ છે, જેમ દેશરૂપ કુશ અને પુષ્કર દ્વીપોનો ભેદ. જાતિ અને દેશના ભેદો લોકબુદ્ધિથી જાણી શકાય એવા છે. માટે “ક્ષણભેદ તો યોગીની બુદ્ધિવડે જ જાણી શકાય એવો છે,” એમ કહ્યું. “એવ” કાર ક્ષણભેદપર ભાર મૂકે છે, યોગિબુદ્ધિગમ્યત્વ પર નહીં. માટે ભૂતોમાં વિચરતા દેહના સંબંધથી મુક્તાત્માઓનો પણ ભેદ યોગિબુદ્ધિથી જાણી શકાય એવો છે, એવું અનુમાન કરવું જોઈએ.
જેના મતમાં અહીં કહેલા ભેદહતુઓ નથી, એને માટે પ્રધાનનો ભેદ નથી, એમ આચાર્ય (પતંજલિ) માને છે. કારણ કે એમણે “કૃતાર્થ પ્રત્યે નષ્ટ થયેલું પ્રધાન ખરેખર નષ્ટ થતું નથી કારણ કે બીજઓ સમાનપણે એને જુએ છે” ૨.૨૨ એવું સૂત્ર રચ્યું છે. “મૂર્તિવ્યવધિ...” વગેરેથી આ વાત કહી છે. કહેલા ભેદોનું એ ઉપલક્ષણ છે. (જગત ભેદોવાળું છે, એમ મૂર્તિ, અંતર વગેરે હેતુઓથી જણાય છે). પણ જગતના મૂળરૂપ પ્રધાનમાં ભેદો નથી, એવો અર્થ છે. પ૩
तारकं सर्वविषयं सर्वथाविषयमक्रमं चेति विवेकजं ज्ञानम् ॥५४॥
વિવેકજન્ય જ્ઞાન તારનારું, બધી રીતે, બધા પદાર્થોને વિષય કરનારું અને કમવિનાનું (એકી સાથે ઉત્પન્ન થતું) જ્ઞાન છે. ૫૪
भाष्य
तारकमिति स्वप्रतिभोत्थमनौपदेशिकमित्यर्थः । सर्वविषयत्वानास्यकिञ्चिदविषयीभूतमित्यर्थः । सर्वथाविषयमतीतानागतप्रत्युत्पन्नं सर्व पर्यायैः सर्वथा जानातीत्यर्थः । अक्रममित्येकक्षणोपारूढं सर्वं सर्वथा