________________
૩૯૮]
પતંજલિનાં યોગસૂત્રો
(પા. ૩ સૂ. ૫૩
વગેરે સૂત્રથી રજૂ કરે છે. લૌકિકો માટે જાતિનો ભેદ ભિન્નતા જાણવાનો હેતુ છે.
જ્યારે ગાય વગેરે જાતિ સમાન હોય અને પૂર્વ વગેરે દેશ સમાન હોય, ત્યારે કાલાક્ષી કે સ્વસ્તિમતી એવાં લક્ષણો આ ગાય. બીજી છે, એ જાણવાનો વધારાનો હેતુ બને છે. બે આમળાં જાતિ અને ગોળાકાર લક્ષણથી એકસરખા થાય, ત્યા દેશભેદ એમના ભેદજ્ઞાનનો હેતુ બને છે. પણ જ્યારે યોગીના જ્ઞાનની પરીક્ષા કરવાની ઇચ્છાવાળો કોઈ યોગીનું ધ્યાન બીજે જતાં જાણનાર યોગીની પૂર્વ તરફના આમળાને, ઉત્તર તરફના આમળાને ખસેડીને કે ઢાંકી દઈને, એની જગાએ મૂકે તો બંને આમળાં એકસરખા દેશવાળાં હોવાથી આ પૂર્વ તરફનું અને આ ઉત્તરતરફનું છે, એવો ભેદ ત્રણ પ્રમાણોના વિશેષજ્ઞ લૌકિક પંડિતો પણ જાણી શકતા નથી. સાચું જ્ઞાન નિઃસંદેહ હોવું જોઈએ. વિવેકજન્ય જ્ઞાનયુક્ત યોગીના જ્ઞાનમાં સંદિગ્ધપણું યોગ્ય નથી. તેથી સૂત્રકારે “તતઃ પ્રતિપત્તિ:” એમ કહ્યું. તતઃ એટલે વિવેકજન્ય જ્ઞાનથી (યોગી) એવો ભેદ જાણે છે.
ક્ષણ અને એના ક્રમ પર સંયમ કરવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન કેવી રીતે સમાને જાતિ, લક્ષણ, અને દેશવાળાં બે આમળાંનો ભેદ જાણી શકે ? એવો પ્રશ્ન “કથમ્..વગેરેથી પૂછે છે. જવાબમાં “પૂર્વામિલકસહક્ષણોદેશઃ...” વગેરે કહે છે. પૂર્વના આમળાના દેશની સહભાવી ક્ષણ એટલે એ ક્ષણથી અંતરવિનાનું પરિણામ ઉત્તરના આમળાના દેશની સહભાવી ક્ષણ અને ઉત્તરના આમળાના અંતર વિનાના પરિણામથી ભિન્ન છે. ભલે દેશભેદ હોય, પણ આમળાંના ભેદનું શું ? એના જવાબમાં “તે આમલકે સ્વદેશક્ષણાનુભવભિને...” વગેરેથી કહે છે કે પોતાના દેશની સહભાવી ક્ષણ, પોતાના દેશ સાથે પહેલાંના અને પછીના રૂપવાળા પરિણામથી લક્ષિત થાય છે, એને સ્વદેશક્ષણ કહે છે. એનો અનુભવ એટલે જ્ઞાન. એ જ્ઞાનથી આમળાં ભિન્ન છે, એવું જ્ઞાન યોગીને થાય છે. જે બે આમળાંમાં પૂર્વ અને ઉત્તર દેશથી પૂર્વોત્તર રૂપ પરિણામ હતું- એ ભિન્ન દેશવાળું પૂર્વોત્તર પરિણામક્ષણ વિશિષ્ટપણું અનુભવીને (સંયમી) યોગી એમની ભિન્નતા જાણે છે. હાલમાં આ દેશ પરિણામ હોવા છતાં, પહેલાંના ભિન્ન દેશ પરિણામથી વિશિષ્ટ આ દેશપરિણામ ક્ષણપર સંયમ કરીને યોગી ભેદનો સાક્ષાત્કાર કરે છે. તેથી ભાષ્યકારે “અન્ય દેશ અને ક્ષણનો અનુભવ એમના ભેદ જ્ઞાનનો હેતુ છે” એમ કહ્યું. “એતેન...” વગેરેથી લૌકિક પરીક્ષકોના સંવાદ રૂપ આ દાખલાથી પરમાણુઓનો પણ આવો ભેદ યોગી અને ઈશ્વરની બુદ્ધિથી જાણી શકાય એવો હોવાથી વિશ્વસનીય હોય છે, એમ કહે છે.
થે અન્યા વિશેષા...” વગેરેથી બીજાઓનું કથન પ્રસ્તુત કરે છે. વૈશેષિકો નિત્યદ્રવ્યમાં રહેતા અંતિમ વિશેષોની વાત કરે છે. યોગીઓ સમાન જાતિ, દેશ