________________
પા. ૩ સ. ૫૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૪૦૩
સમાધિજન્ય ઐશ્વર્ય અને જ્ઞાનની શરૂઆત થાય છે. “અત્યંભૂતલક્ષણે." સૂત્રથી તૃતીયા થઈ છે. કૈવલ્ય માટે વિભૂતિ અત્યંત અકારણ નથી, અને એનું સાક્ષાત્ કારણ પણ નથી. એમનાથી વિવેકજન્યજ્ઞાન શરૂ થાય છે. જે પરંપરાથી કારણ બને એ ઔપચારિક (ગૌણ) છે, મુખ્ય નથી. ખરેખર, ખ્યાતિ (જ્ઞાન) જ મુખ્ય કારણ છે. જ્ઞાનથી એટલે પ્રસંખ્યાન (ધ્યાન) થી એવો અર્થ છે. ૫૫
अत्रान्तरझण्यानि परिणामाः प्रपञ्चिताः । संयमातिसंयोगस्तासु ज्ञानं विवेकजम् । इति श्रीवाचस्पतिमिश्रविरचितायां पातञ्जलभाष्यव्याख्यायां
तत्त्ववैशारद्यां विभूतिपादस्तृतीयः ॥३॥
“આ પાદમાં યોગનાં અંતરંગ અંગો અને પરિણામો વિષે, તેમજ સંયમોથી વિભૂતિઓની પ્રાપ્તિ અને વિવેકજન્ય જ્ઞાનની ચર્ચા કરી.
આમ શ્રી વાચસ્પતિ મિશ્ર રચેલી તત્ત્વ વંશારદી નામની પાતંજલભાપ્ય વ્યાખ્યામાં ત્રીજો વિભૂતિપાદ સમાપ્ત થયો. ૩