________________
૮ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૨
भाष्य सर्वशब्दाग्रहणात्संप्रज्ञातोऽपि योग इत्याख्यायते । चित्तं हि प्रख्याप्रवृत्तिस्थितिशीलत्वात्रिगुणम् ।
प्रख्यारूपं हि चित्तसत्त्वं रजस्तमोभ्यां संसृष्टमैश्वर्यविषयप्रियं भवति । तदेव तमसानुविद्धमधर्माज्ञानावैराग्यानैश्वर्योपगं भवति । तदेव प्रक्षीणमोहावरणं सर्वतः प्रद्योतमानमनुविद्धं रजोमात्रया धर्मज्ञानवैराग्यैश्वर्योપ મવતિ |
तदेव रजोलेशमलापेतं स्वरूपप्रतिष्ठं सत्त्वपुरुषान्यताख्यातिमात्रं धर्ममेघध्यानोपगं भवति । तत्परं प्रसंख्यानमित्याचक्षते ध्यायिनः । चितिशक्तिरपरिणामिन्यप्रतिसंक्रमा दर्शितविषया शुद्धा चानन्ता च, सत्त्वगुणात्मिका चेयमतो विपरीता विवेकख्यातिरिति । अतस्तस्यां विरक्तं चित्तं तामपि ख्यातिं निरुणद्धि । तदवस्थं संस्कारोपगं भवति । स निर्बीजः समाधिः । न तत्र किञ्चित्संप्रज्ञायत इत्यसंप्रज्ञातः । द्विविधः स योगश्चित्तवृत्तिनिरोध इति ॥२॥
સર્વ શબ્દનો પ્રયોગ કર્યો નથી, તેથી (વૃત્તિયુક્ત) સંપ્રજ્ઞાત સમાધિ પણ યોગ કહેવાય છે. ચિત્ત પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિશીલ હોવાથી ત્રણ ગુણોવાળું છે.
પ્રકાશરૂપ ચિત્તસત્ત્વ, રજોગુણ અને તમોગુણના સંપર્કથી ઐશ્વર્ય અને ઇન્દ્રિયોના વિષયોને પ્રિય ગણે છે. એ જ ચિત્ત તમોગુણયુક્ત બનીને અધર્મ, અજ્ઞાન, રાગ અને અનૈશ્વર્ય તરફ વલણ ધરાવનારું બને છે. એ જ ચિત્ત મોહનું આવરણ ક્ષીણ થતાં ચોતરફ પ્રકાશિત થતું, રજોગુણની માત્રાવાળું બનીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય તરફ અભિમુખ થાય છે. એ જ ચિત્ત રજોગુણના લેશમાત્ર મળ વિનાનું બનીને, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહીને, સત્ત્વ અને પુરુષના ભેદજ્ઞાનથી યુક્ત બનીને ધર્મમેઘ ધ્યાન તરફ વળેલું રહે છે. ધ્યાની પુરુષો આને પર પ્રસંખ્યાન (સર્વોચ્ચ વિચાર) કહે છે. ચિતિશક્તિ અપરિણામિની, વિષયોમાં સંચરણ ન કરનારી, વિષય જેની સમક્ષ દર્શાવાય છે એવી, શુદ્ધ અને અનંત છે. જ્યારે સત્ત્વગુણરૂપ વિવેકખ્યાતિ એનાથી વિપરીત (ભિન્ન) છે. તેથી એમાં પણ