________________
પા. ૧ સૂ. ૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી
[૭
જો વિક્ષેપનો અંગભૂત સમાધિ યોગપક્ષે ન ગણાય તો કયો ગણાય ? એના જવાબમાં “યવેકાગ્રે ચેતસિ સદૂભૂતમર્થ પ્રદ્યોતયતિ...” વગેરેથી કહે છે કે જે સમાધિ સદૂભૂત અર્થને સારી રીતે પ્રકાશિત કરે, લેશો ક્ષીણ કરે, કર્મબંધન શિથિલ કરે અને ચિત્તમાં નિરોધનું વલણ પેદા કરે એ યોગ કહેવાય છે. “ભૂત'હયાત-શબ્દથી આરોપિતની નિવૃત્તિ કરે છે. “સત”થી સારું, નિતાન્ત પ્રગટ થયેલું સત્ત્વ કહે છે, કારણ કે નિદ્રાવૃત્તિ પોતાના આલંબનરૂપ “ભૂત”- હયાત તમોગુણમાં એકાગ્ર થાય છે. એ તમસનો પ્રકર્ષ ક્લેશનો હેતુ હોવાથી શોભન-સારો-નથી.
પ્ર-ધોતયતિ”માં “પ્ર” વપરાયો છે, એ પ્રકર્ષની સૂચના કરીને સાક્ષાત્કાર દર્શાવે છે, કારણ કે તત્ત્વજ્ઞાનનું ઘોતન કે પ્રગટીકરણ તો આગમ(શ્રુતિ)થી, અથવા અનુમાનથી પણ થઈ શકે છે, છતાં એ પરોક્ષરૂપવાળું હોવાથી, સાક્ષાત અનુભવાતી અવિદ્યાનો ઉચ્છેદ (વિનાશ) કરી શકતું નથી. બે ચંદ્ર દેખાય કે દિશાભ્રમ થાય ત્યારે એ ભૂલો ફક્ત શબ્દથી કે અનુમાનથી દૂર થતી નથી. અમિતા વગેરે કલેશો અવિઘામૂલક છે, અને વિદ્યા અવિદ્યાના નાશરૂપ છે, તેથી વિદ્યાનો ઉદય થતાં અવિદ્યા વગેરે લેશો એના વિરોધી હોવાથી, કારણનો નાશ થતાં નાશ પામે છે. તેથી “ક્ષિણોતિ ચ ક્લેશા” એમ કહ્યું. કર્મબંધનોને શિથિલ બનાવે છે. કર્મથી અપૂર્વ સૂચિત થાય છે. કાર્યમાં કારણનો ઉપચાર (વ્યવહારો થઈ શકે છે. શિથિલ કરે છે, એટલે પોતાનાં ફળ ઉત્પન્ન થતા રોકે છે. મૂળ હોય તો જ કર્મવિપાક થાય છે, એમ આગળ કહેવામાં આવશે. નિરોધના વલણને અભિમુખ-પ્રગટ-કરે છે. “સ ચ..” વગેરેથી એ સમ્પ્રજ્ઞાત યોગ ચાર પ્રકારનો છે, એમ કહે છે.
સર્વવૃત્તિ...” વગેરેથી અસંપ્રજ્ઞાત વિષે કહે છે. રજોગુણ, તમોગુણવાળી પ્રમાણ વગેરે વૃત્તિઓનો સત્ત્વગુણી વૃત્તિઓનો આશ્રય લઈ સંપ્રજ્ઞાત સમાધિમાં નિરોધ કરવામાં આવે છે. અસંપ્રજ્ઞાતમાં બધી વૃત્તિઓનો વિરોધ કરવામાં આવે છે, એમ કહ્યું. મધુમતી વગેરે ભૂમિઓનો આ બે અવસ્થાઓમાં સમાવેશ થઈ જાય છે, એમાં જણાતો હોવાથી સમાધિને સાર્વભૌમ ચિત્તધર્મ કહ્યો એમ સિદ્ધ થયું. ૧
તણ તક્ષધિયે સૂવં પ્રવૃત્ત - એ (યોગ)નું લક્ષણ કહેવાની ઇચ્છાથી આ સૂત્ર પ્રવૃત્ત થયું છે
योगश्चित्तवृत्तिनिरोधः ॥२॥ યોગ એટલે ચિતવૃત્તિઓનો નિરોધ. ૨