________________
પા. ૩ સૂ. ૪૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૭૭
એ દ્વિઇ છે. પહેલો પ્રકાર, “પ્રત્યસ્તમિતભેદાવવાનુગતા” વગેરેથી વર્ણવતાં કહે છે કે જેના અવયવોનો ભેદ ન જણાતો હોય એવો સમૂહ. કહેવાનો આશય એ છે કે શરીર, વૃક્ષ, જૂથ અને વન શબ્દોથી જણાતો સમૂહ એવો છે, જેમાં અવયવવાચક શબ્દોનો પ્રયોગ ન કર્યો હોવાથી અવયવો પ્રતીત થતા નથી, પણ એક સમૂહ પ્રતીત થાય છે. યુતસિદ્ધ અને અયુતસિદ્ધ તેમજ ચેતન અને અચેતન અવયવોવાળા હોવાથી સમૂહનાં ચાર ઉદાહરણો આપે છે. યુતાયુતસિદ્ધ અવયવવિષે આગળ કહેવામાં આવશે.
“શબ્દનોપાત્તભેદાવવાનુગતા” વગેરેથી બીજો પ્રકાર કહે છે. શબ્દથી ભિન્ન અવયવો કહ્યા હોય એનો દાખલો “ઉભો દેવમનુષ્યા” છે. દેવ અને મનુષ્ય શબ્દથી સમૂહના ભાગો ભિન્ન રીતે કહ્યા છે. પણ એ શબ્દોથી અવયવોનો ભેદ કહેવાયો નથી, તો ભેદ કહ્યા એમ શી રીતે કહેવાય ? એના જવાબમાં કહે છે કે બે ભાગોથી જ સમૂહ કહેવાયો છે. બંને એટલે બે ભાગના વાચક શબ્દો સાથે સમૂહ કહેવાયો છે. વાક્ય એના અર્થનું વાચક હોય છે, એવો ભાવ છે.
સ ચ ભેદભેદવિવક્ષિત”થી બીજા બે પ્રકારો કહે છે. ભેદથી અને અભેદથી કહેવાની ઇચ્છા પ્રમાણે, એમ બે પ્રકાર છે. આંબાનું વન અને બ્રાહ્મણોનો સંઘ એ ભેદ કહેવાની ઇચ્છાના દાખલા છે. ભેદમાં છઠ્ઠી વિભક્તિ પ્રયોજાય છે, જેમ ગર્ગોની ગાય. આમ્રવન અને બ્રાહ્મણ સંઘ અભેદ કહેવાની ઇચ્છાના દાખલા છે. આંબાઓ અને વન એમ સમૂહી અને સમૂહનો અભેદ કહેવાની ઈચ્છા હોય ત્યારે સમાનાધિકરણ પ્રયોગ થાય છે.
સ પુનર્વિવિધા” વગેરેથી બીજો પ્રકાર કહે છે. યુતસિદ્ધ અવયવ એટલે પૃથફ, વચ્ચે અંતરવાળા અવયવોનો સમૂહ દાખલા તરીકે જૂથ, વન. એમાં ગાયો અને વૃક્ષોરૂપ અવયવો અંતરવાળા છે. અયુતસિદ્ધ અવયવોવાળો સમૂહ વૃક્ષ, ગાય, પરમાણું છે. સામાન્ય-વિશેષ અને ગળાની ચામડી વગેરે અવયવો અંતર વિનાના છે. આ બધાઓ માંથી જે દ્રવ્યભૂત સમૂહ છે, એનો નિર્ણય “અયુતસિદ્ધાવયવમેદાનુગતઃ સમૂહ દ્રવ્યમ્” થી કરે છે. પ્રસંગવશાત્ દ્રવ્યનું વર્ણન કરીને મૂળ વાતનો ઉપસંહાર “એતસ્વરૂપમિત્સુક્તમ્” થી કરે છે.
“અથ” વગેરેથી ચોથા રૂપને કહેવાની ઇચ્છાથી પ્રશ્ન પૂછે છે. તન્માત્રમએમ જવાબ આપે છે. જેનો (તન્માત્રનો) એક અવયવ કે માપ પરમાણુ છે, મૂર્તિ સામાન્ય છે, શબ્દો વગેરે વિશેષો છે, એવા રૂપવાળો અને અયુતસિદ્ધ કે અંતર વિનાના ભિન્ન સામાન્ય વિશેષરૂપ અવયવોમાં અનુગત સમુદાય તન્માત્ર છે. પરમાણુ સૂક્ષ્મરૂપ છે એમ બધા તત્પાત્રો સૂક્ષ્મરૂપ છે. “એતત્