________________
૩૭૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૪૪
છાયારહિતતા, રુક્ષતા, એ વાયુના વિવિધ ધર્મો છે.”
સર્વતરફ ગતિશીલતા, ઘન રૂપે એકત્ર ન થવું અને અવરોધરહિતતા એ ત્રણ પહેલાંના ધર્મોથી જુદા આકાશના ધર્મો છે.”
આકાર વગેરે ધર્મો સાથે ભૂતો સ્થૂલ કહેવાય છે. ગાય વગેરે આકારો સામાન્ય તથા વિશેષ છે.
“દ્વિતીય રૂ૫ સ્વસામાન્યમવગેરેથી ભૂતોનું બીજું રૂપ કહે છે. મૂર્તિ એટલે સ્વાભાવિક કઠિનતા. જળ સ્નેહ, મજ્જા, પુષ્ટિ અને બળ આપવામાં હેતુભૂત છે. અગ્નિની ગરમી જઠરાગ્નિમાં, સૂર્યમાં, પૃથ્વી પરના અગ્નિમાં અને તેમાં સર્વત્ર સમવાય સંબંધથી રહેલી છે. આ બધું ધર્મ અને ધર્મીના અભેદની અપેક્ષાએ કહ્યું છે. વાયુ પ્રણામી કે વહનશીલ છે. એ આ વિષે કહ્યું છે: ઘાસ વગેરેના ચલનથી અને શરીરની ગતિશીલતાથી સર્વત્ર રહેલા વાયુનું નામિત્વ (વહનશીલતા) સૂચવાય છે” આકાશ સર્વત્ર ગતિવાળું છે. કારણ કે શબ્દ બધે જ પ્રાપ્ત થાય છે. કાનના આશ્રયે રહેલા આકાશના ગુણરૂપ શબ્દ વડે પૃથ્વી વગેરેના શબ્દો ઉપલબ્ધ થાય છે, એમ અગાઉ (૩.૪૧) કહ્યું છે. આ “સ્વરૂપ” શબ્દથી ઓળખાય છે. ભૂતોના આ મૂર્તિ વગેરે સામાન્યોના જજ વગેરે, ગરમી વગેરે, શુક્લત્વ વગેરે, કષાય વગેરે, સુગંધ વગેરે ભેદો છે. મૂર્તિ વગેરે સામાન્યો પણ, લીંબુ, ફણસ, આમળાં, વગેરે ફળોના તેમજ રસોના ભેદથી પરસ્પર ભિન્ન જણાય છે. તેથી એ સામાન્યોના રસ વગેરે વિશેષો છે. આ વિષે કહ્યું છેઃ “એક જાતિના એટલે પૃથ્વી, જળ વગેરે પ્રત્યેક જાતિના મૂર્તિ, સ્નેહ વગેરેથી યુક્ત એવા એમના જજ વગેરે ધર્મો ભિન્ન હોય છે. આમ મૂર્તિ વગેરે સામાન્ય અને શબ્દ વગેરે વિશેષો કહ્યા.
જેઓ દ્રવ્ય સામાન્ય અને વિશેષનો આશ્રય છે એમ કહે છે, એમના પ્રત્યે “સામાન્ય વિશેષ સમુદાયોત્ર દર્શને દ્રવ્યથી કહે છે કે આ શાસ્ત્રમાં સામાન્ય અને વિશેષના સમુદાયને (એમના આશ્રયને નહીં) દ્રવ્ય કહેવામાં આવે છે. જેઓ દ્રવ્યને એમના આશ્રય તરીકે સ્વીકારે છે, એમણે પણ એમના સમુદાયનો અનુભવ સ્વીકારવો જોઈએ. ન સ્વીકારવાથી કે છુપાવવાથી દ્રવ્ય એમનો આશ્રય બની જતું નથી. તેથી સમુદાય જ દ્રવ્ય છે. એ બેથી કે એમના સમુદાયથી ભિન્ન એમના આધારરૂપ પૃથક દ્રવ્યની ઉપલબ્ધિ થતી નથી. પત્થરો અને પત્થરોના સમુદાયથી ભિન્ન એમના આશ્રયરૂપ પૃથફ શિખર હોતું નથી.
સમૂહ દ્રવ્ય છે, એમ કહ્યું. સમૂહ માત્ર દ્રવ્ય છે એવા ભ્રમને દૂર કરવા અને વિશેષ પ્રકારનો સમૂહ દ્રવ્ય છે એમ નક્કી કરવા સમૂહના પ્રકારો વર્ણવે છે, “દ્વિષ્ઠો હિ સમૂહ” વગેરેથી. આમ હોવાથી સમૂહમાત્ર દ્રવ્ય નથી. બે પ્રકારે રહે